ગીર સોમનાથ 1 સપ્ટેમ્બર (હિ.સ.)
આજરોજ ઉના ધારાસભ્યના કાર્યાલય ખાતે જુનાગઢ-ગીર સોમનાથ જીલ્લાના સાંસદ સભ્યરાજેશભાઈ ચુડાસમા તેમજ ઉનાના માનનીય ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ સાહેબનવિશેષ ઉપસ્થિતમાં ઉના તાલુકાના નવાબંદર અને સૈયદ રાજપરા બંદરના બોટ એસોસિએશનના આગેવાનસાથે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સાંસદ સભ્યઅને ધારાસભ્યએ માછીમારોના ધંધા વ્યવસાયને લઈ માછીમારોને બંદર ખાતે થતી સમસ્યાઓ અંગે અને જરૂરીયાતો વિશે બોટ એસોસિએશનના આગેવાનો અને માછીમારો સાથે વિસ્તૃતમાં ચર્ચા કરવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ