ગીર સોમનાથ 1 સપ્ટેમ્બર (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લામાં કોડીનાર તાલુકામા પણ આજ રોજ મગફળી.સોયાબિન જેવા પાકો ની ઓન લાઇન શરૂ થાય છે ત્યારે કોડીનાર તાલુકામાં મગફળી સોયાબીન ટેકાના ભાવે ખરીદી માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવા માટે ખેડૂતો ની અગાઉ રાત્રે થી લાંબી લાઈનો લાગી હતી. કૃષિ પ્રધાન દેશ મા ખેડૂતો ને મોટી મુશ્કેલી નો સામનો કરવો પડે છે ત્યારે કોડીનાર ખેડૂત આગેવાનો શનિભાઈ બારડ સુરપાલસિહ બારડ જગુભાઈ મોરી લલિત વાળા એ કૃષિ મંત્રી તેમજ ખેતીવાડી અધિકારી પાસે માગ કરી છે કે, ઓનલાઇન રજીસ્ટ્રેશન મોબાઈલ ફોન ઉપર થી ખેડૂતો કરી શકવા જોઈએ જેથી ખેડૂતો ને કોઈ અગવડતા પડે નહીં.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ