વલસાડ, 1 સપ્ટેમ્બર (હિ.સ.)-રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા સંચાલિત નિયામકશ્રી આયુષની
કચેરી ગાંધીનગર દ્વારા પ્રેરિત તથા વલસાડ જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રીના માર્ગદર્શન
હેઠળ ધરમપુરના કરંજવેરી ગામમાં આવેલી ગિરીજન અંધશાળામાં રવિન્દ્રભાઈની નિશ્રામાં બાળકોને
સ્વાસ્થ્ય અંગે માર્ગદર્શન આપતો કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે જિલ્લા આયુર્વેદ અધિકારી ઉર્વીબેન પટેલે ‘‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત’’ અભિયાન હેઠળ બાળકોને દિનચર્યા અને ઋતુચર્યા
ઉપર વિસ્તૃત રસપ્રદ માહિતી આપી હતી. ડો. કેતન આર વ્યાસ દ્વારા ડેન્ગ્યુ અને મેલેરિયા
સામે રક્ષણ અને નિયંત્રણ તથા મેદસ્વિતા નાબુદી અભિયાન અને સ્વાતંત્ર્ય સેનાનાયક બિરસા
મુંડાની જીવન ચર્યાની વિસ્તૃત માહિતી આપી હતી. શાળાના અંધજન, અનાથ અને વિકલાંગ બાળકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો અને કેક કાપવામાં આવી હતી.
બાળકોને સ્વાસ્થ્યપ્રદ હોમિયોપેથીક ફાઈવફોસ
સીરપ તથા એન્ટિસેપ્ટિક સાબુ (નીમ અને ચંદન યુક્ત) નું વિતરણ કરવામાં આવ્યું હતું. આ
કાર્યક્રમમાં સેવક તરીકે ભાવેશ ભૂસરાએ તેમની સેવા આપી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે