જૂનાગઢ બાગાયત પોલિટેકનિક ના ૪૨ વિદ્યાર્થીઓ, ડોર ટુ ડોર ટીબી જાગૃતતા અભિયાનમાં સહભાગી બન્યા
જૂનાગઢ, 1 સપ્ટેમ્બર (હિ.સ.) ટીબી વિશે જાગૃતતા અને ટીબીના દર્દીનું સ્ક્રિનિંગ માટે કુલ ૨૯૬ કુટુંબોની રૂબરૂ મુલાકાત કરવામાં આવી જૂનાગઢ,તા.૧ રાષ્ટ્રીય સેવા યોજના હેઠળ બાગાયત પોલિટેકનિક જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા ભારત સરકારની યોજના પ્
ડોર ટુ ડોર ટીબી જાગૃતતા


જૂનાગઢ, 1 સપ્ટેમ્બર (હિ.સ.) ટીબી વિશે જાગૃતતા અને ટીબીના દર્દીનું સ્ક્રિનિંગ માટે કુલ ૨૯૬ કુટુંબોની રૂબરૂ મુલાકાત કરવામાં આવી

જૂનાગઢ,તા.૧ રાષ્ટ્રીય સેવા યોજના હેઠળ બાગાયત પોલિટેકનિક જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા ભારત સરકારની યોજના પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાનને સફળ બનાવવામાં સહભાગી બન્યા હતા.

ટીબી માટે સંવેદનશીલ વિસ્તાર એવા હાઉસિંગ બોર્ડ સોસાયટી, જૂનાગઢ ખાતે શહેરી ક્ષય અધિકારી ડો. સ્વયમપ્રકાશ પાંડે તેમજ તેમની કચેરીના સ્ટાફના ટેકનીકલ માર્ગદર્શન હેઠળ ૪૨ વિદ્યાર્થીઓ દ્વારા ટીબી વિશે જાગૃતતા અને ટીબીના દર્દીનું સ્ક્રિનિંગ કરવા માટે પ્રશ્નોત્તરી કરીને કુલ ૨૯૬ કુટુંબોની રૂબરૂ મુલાકાત કરવામાં આવી હતી. આ સ્ક્રીનીંગ દરમિયાન લગભગ ૩૭ જેટલા દર્દીઓ શંકાસ્પદ જણાયા હતા.

આમ, પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાનને જનભાગીદારી થી ટીબી મુક્ત ભારતના હેતુને સિદ્ધ કરવા માટે જૂનાગઢ બાગાયત પોલિટેકનિકના વિધાર્થીઓએ પહેલ કરી હતી. આ અભિયાનમાં બાગાયત પોલિટેકનિક જૂનાગઢના આચાર્ય ડો.એચ.એલ.કાચા, રાષ્ટ્રીય સેવા યોજનાના પ્રોગ્રામ ઓફિસર એન.વી. સાવલિયા, મદદનીશ વિતરણ શિક્ષણ શાસ્ત્રી ડો. પી. એસ. શર્મા, એન.વી. નકુમ અને એ. બી. દલ તેમજ કોલેજના રાષ્ટ્રીય સેવા યોજનાના કુલ ૪૨ સ્વયંસેવકોએ ઉત્સાહભેર ભાગ લઈ સરાહનીય કામગીરી કરી હતી. આ સમગ્ર કામગીરી જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશનરશ્રી તેજસ પરમાર અને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડો. વી. પી ચોવટીયાના માર્ગદર્શન હેઠળ યોજાઈ હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande