પુણામાં સોસાયટીની વાડીની દીવાલ મામલે વકીલ પર જીવલેણ હુમલો
સુરત, 1 સપ્ટેમ્બર (હિ.સ.)- શહેરના પુણાગામ વિસ્તારમાં આવેલ ગીતા નગર સોસાયટીમાં વાડીની દિવાલ બાબતે સોસાયટીમાં જ રહેતા કેટલાક ઈસમો દ્વારા વકીલ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં બંને પક્ષના લોકો વચ્ચે થયેલા ઝઘડા બાદ બંને પરિવારે એકબીજા પર હુમલો કર
વકીલ પર જીવલેણ હુમલો


સુરત, 1 સપ્ટેમ્બર (હિ.સ.)- શહેરના પુણાગામ વિસ્તારમાં આવેલ ગીતા નગર સોસાયટીમાં વાડીની દિવાલ બાબતે સોસાયટીમાં જ રહેતા કેટલાક ઈસમો દ્વારા વકીલ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં બંને પક્ષના લોકો વચ્ચે થયેલા ઝઘડા બાદ બંને પરિવારે એકબીજા પર હુમલો કરી માર મારી ઈજા પહોંચાડી હતી. જેથી આખરે ભોગ બનનાર બંને પરિવારે સામસામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

મૂળ જૂનાગઢના વતની અને સુરતના પુણાગામ વિસ્તારમાં આવેલ ગીતા નગર સોસાયટીમાં રહેતા દીપકભાઈ રવજીભાઈ ગોંડલીયા વકીલાતમાં વ્યવસાય સાથે સંકળાયેલા છે. ગતરોજ દીપકભાઈએ પુણા પોલીસ મથકમાં ગીતાનગર સોસાયટીમાં જ રહેતા નિલેશ બુહા, ગુણવંતભાઈ જાદવભાઈ રાણપરીયા, ભાવેશભાઈ જાદવભાઈ રાણપરીયા, ધીરુભાઈ પ્રેમજીભાઈ કુકડીયા અને અશ્વિન નામના વ્યક્તિ સામે મારામારીની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં તેઓએ જણાવ્યું હતું કે ગીતા નગર સોસાયટી વિભાગ-2 ની વાડીમાં મેઈન ગેટને સમાંતર દિવાલ ખુલ્લી કરવા બાબતે તેઓએ દિપકભાઈ સાથે માથાકૂટ કરી હતી અને તમામે ભેગા મળી લોખંડની ક્રોસ દીપકભાઈ ને મારવા માટે ઘા કર્યો હતો પરંતુ તેઓ બચી ગયા હતા. ત્યારબાદ તમામે ભેગા મળી દિપકભાઈ ને ઢીક મુક્કીનો ઢોર માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી પોલીસે દીપકભાઈની ફરિયાદને આધારે તમામ સામે ગુનો દાખલ કરી કર્યો છે. બીજી તરફ નિલેશ બુહાએ પણ દીપક ગોંડલીયા અને વિપુલ મેઢા સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં નિલેશ બુહાએ જણાવ્યું હતું કે દીપક ગોંડલીયા લોકોને કહેતા હોય છે કે હું સોસાયટીના પ્રમુખ છું અને અમારી સોસાયટીની સબ સ્ટેશનની દિવાલ તોડી નાખી અમને બીબસ્ત ગાળો આપી હતી અને નિલેશભાઈને તમાચો મારી ઢીક મૂકીને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તથા વિપુલ મહેતાએ પણ એલ ફેલ ગાળો આપી ધમકી આપી હતી. જેથી તેઓએ પણ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે દીપક ગોંડલીયા અને વિપુલ મેઢા સામે પણ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande