અમરેલી પેરોલ-ફર્લો સ્ક્વોડની મોટી કામગીરી : ચલાલા પોલીસ સ્ટેશનના દારૂ હેરફેરના ગુનામાં છેલ્લા ત્રણ મહિના થી નાસતો ફરતો લીસ્ટેડ આરોપી ઝડપાયો
અમરેલી , 1 સપ્ટેમ્બર (હિ.સ.) અમરેલી જિલ્લાના ચલાલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા દારૂની ગેરકાયદે હેરફેરના ગંભીર ગુનામાં સંકળાયેલો એક લીસ્ટેડ આરોપી છેલ્લા ત્રણ મહીનાથી કાયદાની પકડથી દૂર નાસતો ફરતો હતો. આ આરોપીને પકડવા માટે પોલીસ તંત્ર સતત પ્રયત્નશીલ હતું.

તાજેતરમાં અમરેલી પેરોલ-ફર્લો સ્ક્વોડને ગુપ્ત માહિતીના આધારે આરોપીની હલચલ વિશે ચોક્કસ સૂત્રો મળ્યા હતા. તેના આધારે ખાસ ટ્રેકિંગ અને નજરદારી ગોઠવી યોગ્ય સમયે દબિશ કરી આરોપીને કાબૂમાં લેવામાં આવ્યો. પોલીસે કાયદાકીય કાર્યવાહી પૂર્ણ કરીને તેને કસ્ટડીમાં લીધો છે.

આ કાર્યવાહીથી દારૂની ગેરકાયદે હેરફેરના ગઠબંધનોને મોટો ઝટકો લાગ્યો છે. સાથે જ લાંબા સમયથી નાસતો ફરતો આરોપી કાયદાની પકડમાં આવતા પોલીસ તંત્ર પ્રત્યે પ્રજાજનોમાં વિશ્વાસ વધ્યો છે. અમરેલી પોલીસની આ ઝડપી અને સફળ કામગીરી ગુનાખોરી રોકવા માટે અસરકારક સાબિત થશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai

 rajesh pande