પોરબંદર, 1 સપ્ટેમ્બર (હિ.સ.): દેશના પ્રધાનમંત્રી તથા તેમના સ્વર્ગસ્થ માતૃશ્રી પર કોંગ્રેસ પક્ષના નેતાઓ દ્વારા બિહાર રાજ્યમાં જાહેર મંચ પરથી તેમના ઉપર અભદ્ર ટીપ્પણી અને અશોભનીય વર્તન કરી દેશના પ્રધાનમંત્રી તથા તેમના માતૃશ્રીનું જાહેરમાં અપમાન પર ભારતીય જનતા યુવા મોરચા પોરબંદર જિલ્લા દ્વારા પોરબંદરના રાણીબાગ ખાતે “રાહુલ ગાંધી માફી માંગો “, “જેણે આપી ગાળો એ કોંગ્રેસ નીકાળો”, દેશકી જનતા બોલી, જીશને દિ હે ગાલી વો કોંગ્રેસ કો કરો ભારત સે ખાલી” સુત્રોચાર કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, આ કાર્યક્રમમાં જીલ્લા મહામંત્રી અશોકભાઈ મોઢા, ભાજપ શહેર પ્રમુખ સાગરભાઈ મોદી, જીલ્લા ભાજપ યુવા મોરચા પ્રમુખ લક્કીરાજસિંહ વાળા,પૂર્વ જીલ્લા ભાજપ પ્રમુખ વિજયભાઈ થાનકી, જીલ્લા ભાજપ ઉપપ્રમુખ ગીગનભાઈ બોખીરીયા, મહામંત્રી નીલેશભાઈ બાપોદરા, નરેન્દ્રભાઈ કાણકિયા, શહેર ઉપપ્રમુખ ભરતભાઈ રાઠોડ, રાજેન્દ્રસિંહ ગોહીલ, માલદેભાઈ ઓડેદરા, શહેર મંત્રી જીલ્લા યુવા મોરચા મંત્રી, મનસુખભાઈ વ્યાસ, ભાજપ આગેવાન કેતનભાઈ દાણી, કાંતીભાઈ ઘેડીયા, કપીલભાઈ કોટેચા, દીપકભાઈ જુંગી, રામભાઈ જાડેજા, સુરેશભાઈ સીકોતરા, ધર્મેશભાઈ પરમાર, ચંદ્રેશભાઈ સામાણી, કીંજનભાઈ દત્તાણી, મધુભાઈ બાંડીયાવાલા, દીલીપભાઈ ઓડેદરા, રાજશીભાઇ ઓડેદરા, કિશોરભાઈ બરીદુન, હર્ષભાઈ રૂઘાણી, તુશીલભાઈ વાઘેલા, પાર્થભાઈ રાઠોડ, વૈભવભાઈ થાનકી, કુલદીપભાઈ વાઘેલા, સંજયભાઈ લોઢારી, રાહુલભાઈ કક્કડ, અરવિંદભાઈ પાંજરી, સરમણભાઈ કોડીયાતર, ભરતભાઈ કોડીયાતર, માધવજીભાઈ મકવાણા, ભારતીબેન જુંગી તેમજ ભાજપના વિવિધ આગેવાનો કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya