તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત, અમરેલી તાલુકા પોલીસની સફળ કામગીરી : ગુમ થયેલ મોબાઇલ ફોન CEIR પોર્ટલથી શોધી અરજદારને પરત અપાયો
અમરેલી , 1 સપ્ટેમ્બર (હિ.સ.) અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત એક અનોખી કામગીરી હાથ ધરવામાં આવી હતી. કાર્યક્રમનો હેતુ ગુમ થયેલ અથવા ચોરાય ગયેલ મોબાઇલ ફોન તથા અન્ય કિંમતી સામાનને તેમના હકદાર માલિક સુધી પરત પહોંચાડવ
તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત અમરેલી તાલુકા પોલીસની સફળ કામગીરી : ગુમ થયેલ મોબાઇલ ફોન CEIR પોર્ટલથી શોધી અરજદારને પરત અપાયો


અમરેલી , 1 સપ્ટેમ્બર (હિ.સ.) અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત એક અનોખી કામગીરી હાથ ધરવામાં આવી હતી. કાર્યક્રમનો હેતુ ગુમ થયેલ અથવા ચોરાય ગયેલ મોબાઇલ ફોન તથા અન્ય કિંમતી સામાનને તેમના હકદાર માલિક સુધી પરત પહોંચાડવાનો છે. તાજેતરમાં અમરેલી તાલુકા પોલીસને એક અરજદારશ્રીએ તેમના ગુમ થયેલ મોબાઇલ ફોન અંગે રજૂઆત કરી હતી. પોલીસ તંત્રે CEIR (Central Equipment Identity Register) પોર્ટલની મદદથી તે મોબાઇલ ફોનનું ટેક્નિકલ ટ્રેકિંગ શરૂ કર્યું. અદ્યતન તકનીકી સાધનો તથા પોલીસની સતત જહેમત બાદ તે ગુમ થયેલ મોબાઇલ ફોન સફળતાપૂર્વક શોધી કાઢવામાં આવ્યો.

પછી પોલીસ તંત્રે કાયદાકીય કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ તે મોબાઇલ અરજદારશ્રીને સન્માનપૂર્વક પરત આપ્યો. અરજદારશ્રીએ આ કામગીરી બદલ અમરેલી તાલુકા પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ લોકોમાં વિશ્વાસ વધારવા અને પોલીસ પ્રત્યેની સકારાત્મક છબી નિર્માણ કરવામાં મહત્ત્વનો સાબિત થઈ રહ્યો છે.

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande