રાંદેર ગુજરાત હાઉસિંગ બોર્ડ પાસેનો બનાવ રાંદેરમાં વૃધ્ધાની 45 હજારની ચેઇન ખેંચી યુવક પલાયન
સુરત, 1 સપ્ટેમ્બર (હિ.સ.)-શહેરના પાલનપુર પાટિયા વિસ્તારમાં રહેતી વૃદ્ધા ગતરોજ રાંદેર ગુજરાત હાઉસિંગ બોર્ડ પાસેથી ચાલતા ચાલતા પસાર થઈ રહી હતી. આ સમયે ચાલતા ચાલતા આવેલા એક ઈસમે વૃદ્ધા ના ગળામાંથી રૂપિયા 45,000 ની સોનાની ચેઈન ખેંચી લઈ ભાગી ગયો હતો. જેથી
વૃધ્ધાની 45 હજારની ચેઇન ખેંચી યુવક પલાયન


સુરત, 1 સપ્ટેમ્બર (હિ.સ.)-શહેરના પાલનપુર પાટિયા વિસ્તારમાં રહેતી વૃદ્ધા ગતરોજ રાંદેર ગુજરાત હાઉસિંગ બોર્ડ પાસેથી ચાલતા ચાલતા પસાર થઈ રહી હતી. આ સમયે ચાલતા ચાલતા આવેલા એક ઈસમે વૃદ્ધા ના ગળામાંથી રૂપિયા 45,000 ની સોનાની ચેઈન ખેંચી લઈ ભાગી ગયો હતો. જેથી ભોગ બનનાર વૃધ્ધાએ રાંદેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ચેઇન સ્નેચિંગનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

બનાવની વિગત એવી છે કે રાંદેરના પાલનપુર પાટિયા વિસ્તારમાં ટેકરાવાળા સ્કૂલની પાસે આવેલ અપના ઘર સોસાયટીમાં રહેતા હસમુખભાઈ કાંતિલાલ મોદીની 66 વર્ષીય પત્ની મંજુલાબેન ગતરોજ તારીખ 30/8/2025 ના રોજ સાંજે ચાર થી સાડા ચાર વાગ્યાના સમયગાળા દરમિયાન રાંદેરમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ તુલસી ટ્રેડિંગની ગલીમાંથી ચાલતા ચાલતા પસાર થઈ રહ્યા હતા. આ સમયે 25 થી 30 વર્ષનો એક અજાણ્યો યુવક તેમની પાસે આવ્યો હતો. મંજુલાબેન મોદી હજુ કંઈ પણ સમજે વિચારે તે પહેલાં જ યુવકે તેમના ગળામાં પહેરીને 45000 ની સોનાની ચેઈન ખેંચી લઈ ભાગી ગયો હતો. જેથી આખરે બનાવને પગલે મંજુલાબેને ઘરે આવી પરિવારને સઘળી હકીકત જણાવી હતી. ત્યારબાદ તેઓએ રાંદેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા યુવક સામે રૂપિયા 45,000 ની સોનાની ચેઈન સ્નેચિંગનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande