પાટણ, 10 સપ્ટેમ્બર (હિ.સ.)હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણે મહેસાણા સાર્વજનિક કેળવણી મંડળના મંત્રી દિલીપભાઈ જે. ચૌધરીને યુનિવર્સિટીની એકેડેમિક કાઉન્સિલના સભ્ય તરીકે નિયુક્ત કર્યા છે. આ નિમણૂક યુનિવર્સિટીની બોર્ડ ઓફ મેનેજમેન્ટની ૩૦ ઓગસ્ટ, ૨૦૨૫ના રોજ યોજાયેલી બેઠકમાં કરવામાં આવી હતી.
આ બેઠકમાં સેક્શન ૧૮ (એચ) અંતર્ગત મેનેજમેન્ટના પ્રતિનિધિ તરીકે દિલીપભાઈ ચૌધરીની અઢી વર્ષ માટે નિમણૂક કરવામાં આવી છે. તેઓ વર્ષોથી યુનિવર્સિટી એક્ઝિક્યુટિવ કાઉન્સિલ તથા બોર્ડ ઓફ મેનેજમેન્ટ જેવી અગત્યની સમિતિઓમાં સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે.
દિલીપભાઈ ચૌધરીની નવી નિમણૂકને સમગ્ર શૈક્ષણિક અને સામાજિક વર્તુળોમાંથી વ્યાપક આવકાર મળ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ