પોરબંદર, 10 સપ્ટેમ્બર (હિ.સ.)પોરબંદરના 19 જેટલા યુવક-યુવતિને થાઈલેન્ડની હોટલમા નોકરી આપવાની લાલચ આપી એક વ્યકિત પાસેથી રૂ.57 હજારની રકમી લીધી હતી બે શખ્સોએ લાખો રૂપીયાની છેતરપીડી કરી હતી આ બનાવમાં જયમલ અરજન મકવાણા એ કમલાબાગ પોલીસ સ્ટેશનમાં પોરબંદરના તુષાર કિશોર સાદીયા અને પંજાબ ખાતે રહેતા અમિત નામના શખ્સ સામે ફરીયાદ નોંધાવી હતી.
આ બનાવમાં એલસીબીએ ટેકનીકલ સોર્સથી એવી વિગત મળી હતી કે, આરોપી અમિત રાજકુમાર અરોડા નામનો શખ્સ દિલ્હી ખાતે છે. જેના આધારે પોલીસે આરોપીને દિલ્હી ખાતેથી ઝડપી લીધો હતો અને તેમની પાસેથી વિશ્વાઘાત કરીને મેળવેલી રૂ.5,29,270નો રોકડ રકમ કબ્જે કરી તેમની રીમાન્ડ મેળવા તજવીજ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya