પોરબંદર, 10 સપ્ટેમ્બર (હિ.સ.)પોરબંદર ર્કિતિમંદિર પોલીસે એક શખ્સે જાહેર રોડ પરથી વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી લીધો હતો પોરબંદરના ખારવાવાડ ઝુ ફળીયામા રહેતો પૂર્વેશ ઉર્ફે ચકો ગોવિંદભાઈ ભાદ્રેચા નામનો શખ્સ બંદર રોડ પરથી પસાર થઈ રહ્યો હતો તે દરમ્યાન ર્કિતિમંદિરે પોલીસે શંકાના આધારે રોકી તલાશી લેતા તેમના કબ્જામાંથી વિદેશી દારૂની બોટલ નંગ-69 કિંમત રૂ.6900નો મુદામાલ મળી આવ્યો હતો આ દારૂનો જથ્થો બોખીરા વિસ્તારમા રહેતો સની મનસુખ ગોહેલે આપ્યો હોવાની કબુલાત આપતા પોલીસે તેમની સામે પણ ગુન્હો નોંધયો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya