ગીર સોમનાથ જિલ્લામાં મહિલા કેન્દ્રિત વિશેષ જાગૃતિ અભિયાનનું આયોજન, ઉના ખાતે પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. કાયદા વિશે જાગૃતિ સેમિનાર યોજાયો
ગીર સોમનાથ, 10 સપ્ટેમ્બર (હિ.સ.) જિલ્લા કલેક્ટર એન.વી.ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા ''સંકલ્પ ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેન યોજના’ અંતર્ગત મહિલા કેન્દ્રિત વિષયો પર દસ દિવસીય વિશેષ જાગૃતિ અભિયાન”નુ
કાયદા વિશે જાગૃતિ સેમિનાર યોજાયો


ગીર સોમનાથ, 10 સપ્ટેમ્બર (હિ.સ.) જિલ્લા કલેક્ટર એન.વી.ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા 'સંકલ્પ ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેન યોજના’ અંતર્ગત મહિલા કેન્દ્રિત વિષયો પર દસ દિવસીય વિશેષ જાગૃતિ અભિયાન”નું આયોજન કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમ અંતર્ગત ઉના તાલુકા હેલ્થ ઓફિસ ખાતે પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. કાયદા વિશે જાગૃતિ સેમિનાર યોજાયો હતો. જેમાં તાલુકા હેલ્થ ઓફિસર તથા જેન્ડર સ્પેશિયાલિસ્ટ દ્વારા પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. કાયદા વિશે વિસ્તૃતમાં માહિતી સાથે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા અમલીકૃત મહીલાલક્ષી યોજના વિશેની માહિતી આપવામાં આવી હતી. ઓ.એસ.સીના કેશવર્કર દ્વારા ઓ.એસ.સીની કામગીરી, અભયમ ૧૮૧ના કાઉન્સેલર દ્વારા અભયમ ૧૮૧ની કામગીરી અંગે ઉપસ્થિત સર્વે મહિલાઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande