પોરબંદર, 10 સપ્ટેમ્બર (હિ.સ.): પોરબંદર શહેરમા ગત વર્ષ પડેલા ભારે વરસાદને કારણે સાંઢીયા ગટર ખોલવામા આવી હતી, ત્યાર બાદ ગટર ખુલ્લી હતી અને મનપા દ્રારા પતરા મારી દેવામા આવ્યુ હતા.
સફાઈ અને બુરવાની કામગીરીને લઈ અનેક સવાલો ઉઠી રહ્યા હતા તેમજ લોકોને ભારે મુશ્કેલી અનુભવી હતી સાંઢીયા ગટરના પતરા લગાવાની કામગીરીને લઈ આક્ષેપ કરવામા આવ્યા હતા. મુદે પોરબંદર મનપાના ડે. કમિશ્નર મનન ચતુર્વેદીએ એવુ જણાવ્યુ હતુ કે પતરા લગાવાની કામગીરી નિયમ અનુસાર કરવામાં આવી છે. સાંઢીયા ગટરની સફાઈ અને બુરાવાની કામગીરીને લઈ એક કરોડ ઉપરનુ ટેન્ડર આપવામા આવ્યુ છે. આ કામગીરી ચાલી રહી હતી પરંતુ ચોમાસા ભારે વરસાદને કારણે ભૂર્ગભ જળ ઉપર આવતા હાલ કામગીરી હાલ બંધ કરવામા આવી છે. ભૂર્ગભજળની સમસ્યા દુર થયા બાદ કામગીરી શરૂ કરવામાં આવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya