પોરબંદર, 10 સપ્ટેમ્બર (હિ.સ.)પોરબંદર શહેરમાં છેલ્લા કેટલાક સમયથી એવી ઘટના બની રહી જેના કારણે શહેરીજનોમાં ચર્ચા જોવા મળી રહી છે. છ વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટના બાદ શહેરમાંથી કુટણખાનુ ઝડપાયુ હતુ આ ચર્ચા સમી નથી ત્યાં કુતિયાણા તાલુકાના મૈયારી ગામે એક વિદ્યાર્થીની સાથે શિક્ષકે દુષ્કર્મ આચાર્યાના આક્ષેપો કર્યા છે હાલ તો આ બનાવામા પોલીસે સગીરાની ફરીયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પોરબંદરના કુતિયાણા તાલુકાના મૈયારી ગામે હોસ્ટેલમાં રહી સરકારી શાળામાં ધો.9 મા અભ્યાસ કરતી એક વિદ્યાર્થીનીએ, કુતિયાણા પોલીસ સ્ટેશનમા એવી ફરીયાદ નોંધાવી છે. કે ગત તા. 2 સપ્ટેમ્બરના રોજ રીસેસના સમયે શાળામા શિક્ષક તરીકે ફરજ બજાવતા વિક્રમ પરમારે તેમની સાથે શાળામા જ દુષ્કર્મ આચાર્યુ છે. હાલતો આ બનાવામાં વિદ્યાર્થીનીની ફરીયાદના આધારે કુતિયાણા પોલીસે તપાસ શરૂ કરી છે.શાળામા રહેલા સીસી ટીવી કેમરાના આધારે પણ પોલીસ તપાસ કરી રહી છે. વિદ્યાર્થીની સાથેના દુષ્કર્મના બનાવને લઇ શિક્ષણ જગતમા ભારે ચર્ચા જોવા મળી રહી છે. આ બનાવામા તથ્ય જાણાવ પોલીસ પ્રયાસો કરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya