ગીર સોમનાથ 10 સપ્ટેમ્બર (હિ.સ.) જિલ્લાના અતિ પ્રચલિત એવા પ્રાચી તીર્થ ખાતે હાલ પિતૃ માસ દરમિયાન હજારો ભાવિ ભક્તો દ્વારા પૂજા અર્ચના કરવામાં આવે છે. પ્રાચી તીર્થ ખાતે આવેલા અતિ પ્રચલિત એવા મોક્ષ પીપળે પાણી રેડવાનું અનેરું મહત્વ હોવાથી પોતાના પિતૃઓ ના મોક્ષાર્થે રાજ્ય ભરમાંથી લોકો પ્રાચી તીર્થ ખાતે આવી મોક્ષ પીપળે પાણી રેડી ધન્યતા અનુભવે છે.
પ્રાચી તીર્થ ખાતે પવિત્ર પુર્વ વાહિની સરસ્વતી નદી, સરસ્વતી કુંડ, મોક્ષ પીપળો, અતિ પૌરાણિક શિવ મંદિરો, માધવરાયજી તેમજ લક્ષ્મીજી નું મંદિર, શીતળા માતાજી તેમ ખોડિયાર માતાજી મંદિર, વાઘેશ્વરી માતાજી મંદિર, ગાયત્રી ધામ, તેમજ 84ગામનું સ્મશાન પણ સરસ્વતી નદી કિનારે આવેલ છે.
પ્રાચી તીર્થના કર્મકાંડી બ્રાહ્મણો દ્વારા મળતી માહિતી મુજબ વાત કરવામાં આવે તો-
(1)પ્રાચી પવિત્ર પુર્વ વાહિની સરસ્વતી નદી વહે છે માત્ર એક એવી નદી છે જે 200મીટર જેટલી સૂર્ય ભગવાન ની સામે ચાલે છે તેથી અતિ પ્રચલિત એવી સરસ્વતી નદી પ્રાચી તીર્થ થી પસાર થાય છે
(૨) પ્રાચી તીર્થ ખાતે અતિ પ્રચલિત એવા મોક્ષ પીપળો આવેલો છે કહેવાય છે કે જ્યારે યાદવકુળ નો નાશ થયો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ ના સ્વ હસ્તે પીપળા નું વૃક્ષ વાવી ને પાણી પાઇ યાદવકુળ ને મોક્ષ કરેલ હોવાથી, આ પીપળા ને મોક્ષ પીપળો કહેવામાં આવે જેથી પિતૃ માસ દરમિયાન આ મોક્ષ પીપળે પાણી રેડવાથી પિતૃ ઓને મોક્ષ મળે છે જેથી પ્રાચી તીર્થ ખાતે મોક્ષ પીપળે પાણી રેડવાનું અનેરું મહત્વ છે
(3) પવિત્ર સરસ્વતી કુંડ જ્યાં પવિત્ર સરસ્વતી કુંડ મા સ્નાન કરી મોક્ષ પીપળે પાણી રેડવાનું અનેરું મહત્વ હોવા થી લોકો આ પવિત્ર કુંડ મા સ્નાન કરવા માટે દૂર દૂર થી યાત્રી ઓ આવે છે
,(4) પ્રાચી તીર્થ ખાતે સરસ્વતી નદી કિનારે અતિ પ્રચલિત એવા માધવરાયજી મહારાજ તેમજ લક્ષ્મીજી નું મંદિર આવેલું છે જે ચોમાસા દરમ્યાન પ્રાચી થી પસાર થતી પવિત્ર પુર્વ વાહિની સરસ્વતી નદી મા જળમગ્ન છે હાલ મા પણ સરસ્વતી નદી મા જળમગ્ન હોવાથી ભાવિ ભક્તો દૂરથી દર્શન કરી ધન્યતા અનુભવે છે
(5) પ્રાચી તીર્થ ખાતે અતિ પૌરાણિક શિવ મંદિરો આવેલા છે
જેમાં પૃથ્વેશ્વર મહાદેવ, અર્જુનેશ્વર મહાદેવ, સિદ્ધેશ્વર મહાદેવ, વિઠલેશ્વર મહાદેવ, ગોવિંદેશ્વર મહાદેવ, તેમજ દેવદેવેશ્વર મહાદેવ મંદિરો આવેલા છે જેનું સંચાલન સોમનાથ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે
(૬) પ્રાચી તીર્થ ખાતે શ્રી અંદાજે ૪૦૦ વર્ષ જૂનું શીતળામાતા મંદિર આવેલુછે જ્યાં હાલ મા પણ ઓરી, અછબડા, જેવી બાળકો ને બીમારીઓ થતા માન્યતા મુજબ શીતળા માતા ની માનતા ઓ લઈને આવે છે તેમજ શ્રાવણ મહિના ની સાતમ ના દિવસે ગામ લોકો દ્વારા નિવેદ પ્રસાદ પણ ધરવામાં આવે છે તેમજ સાથે સાથે 100વર્ષ જૂનું ખોડિયાર માતાજી તેમજ વાઘેશ્વરી માતાજી નુ મંદિર પણ આવેલું છે જેની પ્રાણ પ્રતિષ્ઠા સ્વ અનોપગીરી દેવગીર મેઘનાથી દ્વારા કરવામાં આવી હતી હાલ મહંત તરીકે અશોકગીરી બાપુ ફરજ બજાવે છે જ્યાં વિકાસ ની વાત કરવામાં આવે તો હાલ મહંત તરીકે ફરજ બજાવતા અશોકગીરી બાપુ દ્વારા સ્વ ખર્ચે મંદિર નો જીર્ણોધ્ધાર, તેમજ મંદિર ના પટાંગણ માં સી સી તેમજ યાત્રી ઓ ને બેસવા તેમજ ચા પાણી નાસ્તો કરવા માટે બેસી શકાય એ રીતે પાંચેક જેટલા છાપરા પણ બનાવાયા છે, તેમજ પીવા માટે ઠંડા પાણી ની વ્યવસ્થા પણ કરવામાં આવી છે
(૭) પ્રાચી તીર્થ ખાતે અતિ પૌરાણિક રાજારામ બાપુ ની નર્સન ટેકરી નામ થી ઓળખતી જગ્યા આવેલી છે જ્યાં હાલ ઠાકોરજી બિરાજમાન છે અને રામજી મંદિર નું નિર્માણ કાર્ય હાથ ધરેલ છે
(૮) પ્રાચી તીર્થ ખાતે સરસ્વતી નદી કિનારે ૮૪ ગામનું સ્મશાન આવેલું છે જ્યાં હાલ મા પણ ૪૦થી ૪૫ જેટલા ગામના લોકો પોતાના સ્વજન ના અંતિમકાર્ય માટે પ્રાચી તીર્થ ખાતે આવે છે
(૯) પ્રાચી તીર્થ ખાતે સરસ્વતી નદી કિનારે ગાયત્રી પરિવાર દ્વારા ગાયત્રી ધામ નું પણ નિર્માણ કરવામાં આવ્યું છે જ્યાં ગાયત્રી માતાજી નુ મંદિર આવેલું છે
,(૧૦) પ્રાચી તીર્થ મા પિતૃ માસ નું અનેરું મહત્વ છે જેમાં કારતક માસ, ચૈત્ર માસ અને ભાદરવા માસ, પિતૃ માસ હોવાથી પિતૃ તર્પણ માટે અનેરું મહત્વ હોવા થી લોકો દૂર દૂર થી પ્રાચી તીર્થ ખાતે આવે છે અને પોતાના પિતૃઓ ના મોક્ષાર્થે પિતૃ કાર્ય કરાવે છે
પ્રાચી તીર્થ ના કર્મકાંડી બ્રાહ્મણો દ્વારા પિતૃઓ ના મોક્ષાર્થે. નારાયણબલી, પ્રેતબલી, નાગબલી, ભૂતબલી, મહાલય શ્રાધ, સર્વપિતૃ શ્રાધ, પિતૃ તર્પણ વગેરે પિતૃકાર્ય કરાવવામાં આવે છે પિતૃકાર્ય કરાવી યથા શક્તિ દાન દક્ષિણા લેવામાં આવે છે
પ્રાચી તીર્થ ખાતે ૩૦ જેટલા બ્રાહ્મણ પરિવાર રહે છે જેમાંથી ૨૨ જેટલા પરિવાર કર્મકાંડ નું કાર્ય કરે છે તેમજ મોક્ષ પીપળા નું સંચાલન પણ સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા કરવામાં આવે છે
પ્રાચી તીર્થ ખાતે આવતા યાત્રી ઓ માટે દરેક સમાજ ની ધર્મશાળા ઓ આવેલી છે જેમાં બ્રહ્મ સમાજ, કારડીયા રાજપૂત સમાજ, સાધુ સમાજ, દરબાર સમાજ, મહિયા દરબાર સમાજ ખારવા સમાજ, કોળી સમાજ, લોહાણા સમાજ અતિથિ ભવન, લુહાર સમાજ, વાંઝા દરજી સમાજ વગેરે સમાજ ની ધર્મશાળા ઓ આવેલી છે જેથી યાત્રી ઓ ને રાત્રિ રોકાણ ની પણ સગવડતા મળી રહે છે પ્રાચી તીર્થ સ્થળ નેશનલ હાઈવે ટચ હોવાથી યાત્રીઓ ને આવવા માટે પણ અનુકૂળ રહે છે
પ્રાચી તીર્થ સોમનાથ થી ૨૨કિલોમીટર આગળ વેરાવળ કોડીનાર હાઈવે પર આવેલ છે સોમનાથ તરફ થી આવતા યાત્રી ઓ ને એસ ટી બસ, મેજિક, રિક્ષા, ઈકો કાર, સહિત ના વાહનો સોમનાથ રોડ પર થીજ મળી રહે છે.
પ્રાચી તીર્થ ખાતે મોક્ષ પીપળે પાણી રેડવા આવતા તમામ યાત્રીઓ ને સગવડતા મળી રહે તે માટે
પાણી તેમજ લોટા, કળશ, ની વ્યવસ્થા સાધુ સમાજ તેમજ બ્રહ્મ સમાજ દ્વારા કરવામાં આવે છે તેમજ પ્રાચી તીર્થ ના બ્રાહ્મણો દ્વારા મોક્ષ પીપળે પાણી રેડવા આવતા તમામ ભાવિ ભક્તો ને પ્રાચી તીર્થ ભૂ દેવો દ્વારા ની શુલ્ક મંત્રોચાર સાથે પૂજા અર્ચના કરાવી હાથજોડ કરાવી પાણી રેડાવવામાં આવે છે
પ્રાચી તીર્થ ખાતે વિકાસ ની વાત કરીએ તો
પ્રાચી તીર્થ માટે વિકાસ કર્યો માટે પ્રવાસન વિભાગ ગુજરાત સરકાર દ્વારા (પાંચ કરોડ રૂ) ની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી જેમાં વિકાસ કાર્યો માં પવિત્ર સરસ્વતી કુંડ નું નવીનીકરણ કરવામાં આવ્યું હતું, મોક્ષ પીપળા નું રિનોવેશન જેમા પેવર બ્લોક રેલીંગ લાદી વગેરે કાર્ય કરાયું હતું તેમજ હાઇવે રોડ થી રામજી મંદિર સુધી ૭મીટર પહોળો સી સી રોડ તેમજ માધવરાયજી મંદિર ની બાજુ મા વિશાલ પાર્કિંગ વ્યવસ્થા અને આઈમસ ટાવર, તેમજ પવિત્ર સરસ્વતી કુંડ થી માધવરાયજી મંદિર તરફ જતા રસ્તા પર ની દીવાલ મા હેરિટેજ દીવાલ ટેઈલ ચિત્રો લાઈટિંગ સાથે, તેમજ સરસ્વતી કુંડ ની બાજુમાં સ્ત્રી ઓ અને પુરુષો માટે અલગ અલગ ચેન્જિંગ રૂમ તેમજ જાહેર સૌચાલય જેવા અનેક વિકાસ કાર્યો કરવામાં આવ્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ