દીવ ઘોઘલા - નારી તું નારાયણીનું કાર્યક્રમ ઘોઘલા ગામની અંદરમાં જ રાખવામાં આવેલો
દીવ 10 સપ્ટેમ્બર (હિ.સ.) દીવ જિલ્લાની અંદરમાં, આપણા માનનીય શ્રીમતી વિજયા રહાટકર ,ભારત સરકારના રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષની વિશેષ ઉપસ્થિતિ, થવાની છે માટે દીવમાં ખૂબ જ ધામધૂમથી તૈયારી થઈ રહી છે. ખૂબ જ ખુશીની વાત તો એ છે કે પ્રથમ વખત ઘોઘલા ગામની અં
નારી તું નારાયણી


દીવ 10 સપ્ટેમ્બર (હિ.સ.) દીવ જિલ્લાની અંદરમાં, આપણા માનનીય શ્રીમતી વિજયા રહાટકર ,ભારત સરકારના રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષની વિશેષ ઉપસ્થિતિ, થવાની છે માટે દીવમાં ખૂબ જ ધામધૂમથી તૈયારી થઈ રહી છે.

ખૂબ જ ખુશીની વાત તો એ છે કે પ્રથમ વખત ઘોઘલા ગામની અંદરમાં, મહિલા લોકોનો ઉચ્ચ સ્થળ વિકાસ થાય, મહિલા લોકો આર્થિક રીતે અને સામાજિક રીતે, વધારેમાં વધારે આત્મા નિર્ભર બને બધાએ મહિલાઓને સમાન હક મળે, અનેક વાતો શ્રીમતી વિજયા મેડમના, માર્ગદર્શન નીચે શીખવા મળશે, માટે ખાસ કરીને ઘોઘલા ગામની અંદરમાં, એક મહિલા સંમેલન આયોજન રાખેલું છે, એને એક સ્વરૂપમાં એમ પણ કહી શકાય કે મહિલા સશક્તિકરણ, છે મહિલાઓને સાંભળવા માટે, નારી તું નારાયણી નું કાર્યક્રમ ઘોઘલા ગામની અંદરમાં જ રાખવામાં આવેલો છે.

આપણા માટે આનંદની વાત તો એ છે કે જે દિલ્હીથી રાષ્ટ્રીય કક્ષાના , અધ્યક્ષ આપણા ઘરની આંગણે આવી રહ્યા છે, આપણે બધા એક થઈ અને બહેનો તેમજ ભાઈઓને એક નમ્ર વિનંતી છે કે એક અચૂક હાજરી આપવી જોઈએ,

આ ઘોઘલા ગામની અંદરમાં પ્રથમ એવી વખત બની રહ્યું છે કે, ઘોઘલા ગામની અંદરમાં એક ફિશરમેંટ સેટ ની અંદરમાં મહિલા લોકોની સાથે રૂબરૂ ચર્ચા કરવા આવી રહ્યા છે તો ચાલો બહેનો તેમજ ભાઈઓ, રાષ્ટ્રીય કક્ષાના અધ્યક્ષ આવી રહ્યા છે તો અચૂક આપણે પણ સર્વ જ્ઞાતિ મળીને હાજરી જરૂર આપીએ, અને હાજરી આપવી જોઈએ અને સાંભળવું જોઈએ.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande