અંકલેશ્વર સુફલામ્ સોસાયટીની હુડકોની લોન બાકી હોવાથી, અધિકારીઓ કબજો લેવા આવતા થયો હોબાળો
અંકલેશ્વર ધારાસભ્યની મધ્યસ્તતાથી હાલ 15 મી તારીખ સુધી મુલત્વી રહ્યું કુલ 11.42 કરોડ હુડકોની લોન અને વ્યાજના બાકી નીકળતા કરી હતી કાર્યવાહી સોસાયટીના ઘર ધારકોએ બિલ્ડરને અગાવ 3 કરોડ આપ્યા પરંતુ ચાઉં કરી ગયો ભરૂચ 10 સપ્ટેમ્બર (હિ.સ.) હુડકોએ ઘણા વર્ષો
અંકલેશ્વર સુફલામ્ સોસાયટીની હુડકોની લોન બાકી હોવાથી અધિકારીઓ કબજો લેવા આવતા થયો હોબાળો


અંકલેશ્વર સુફલામ્ સોસાયટીની હુડકોની લોન બાકી હોવાથી અધિકારીઓ કબજો લેવા આવતા થયો હોબાળો


અંકલેશ્વર સુફલામ્ સોસાયટીની હુડકોની લોન બાકી હોવાથી અધિકારીઓ કબજો લેવા આવતા થયો હોબાળો


અંકલેશ્વર ધારાસભ્યની મધ્યસ્તતાથી હાલ 15 મી તારીખ સુધી મુલત્વી રહ્યું

કુલ 11.42 કરોડ હુડકોની લોન અને વ્યાજના બાકી નીકળતા કરી હતી કાર્યવાહી

સોસાયટીના ઘર ધારકોએ બિલ્ડરને અગાવ 3 કરોડ આપ્યા પરંતુ ચાઉં કરી ગયો

ભરૂચ 10 સપ્ટેમ્બર (હિ.સ.)

હુડકોએ ઘણા વર્ષો પહેલા સુફલામ પ્રાથમિક સહકારી ગૃહ નિર્માણ સોસાયટી લિમિટેડની લોન મંજૂર કરી હતી.તેના બિલ્ડરે લોન લીધા પછી વર્ષો વીતી ગયા હોવા છતાં બાકી લેણાં નિયમિતપણે ચૂકવ્યા ન હતા અને ખાતું એનપીએ થઈ ગયું છે.હુડકોએ બાકી લેણાંની વસૂલાત માટે ડીઆરટી હેઠળ કાનૂની કાર્યવાહી શરૂ કરી હતી અને ડેટ રિકવરી ટ્રિબ્યુનલ (DRT) દ્વારા પ્રાથમિક સહકારી ગૃહ નિર્માણ સોસાયટી સામે હુકમનામું પસાર કરવામાં આવ્યું હતું.અને તેની વસૂલાત ના આવતા હુડકોના અધિકારીઓ કબજો લેવા આવતા તમામ ફ્લેટ ધારકો એકઠા થઈ ગયા હતા.આ ગરીબ મધ્યમવર્ગના ફ્લેટ ધારકો ચોમાસામાં ક્યાં જાય તેવી રજૂઆત કરી હતી.પરંતુ સુફલામ પ્રાઇમરી કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી લિમિટેડના બ્લોક નં. A ના 12 ફ્લેટ અને બ્લોક નં. B ના 12 ફ્લેટની મિલકતોનો ભૌતિક કબજો લેવા આવેલા અધિકારીઓ ટસના મસના થતા આખરે નોટીફાઇડ એરિયાના ભાજપ પ્રમુખ જય તેરૈયા આવી જતા તેમણે અંકલેશ્વર ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલને રજૂઆત કરતા ગાંધીનગર સુધી તેના પડઘા પડ્યા હતા.આ બાબતે ધારાસભ્યએ સીએમને મળી જાણ કરતા તેમાં હાલ 15 તારીખ સુધી મુલત્વી રાખી જેતે નિર્ણય લેવામાં આવશે.હુડકોના અધિકારીઓ જતા રહેતા 132 ફ્લેટ ધારકોને હાશકારો થયો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ


 rajesh pande