અમરેલી,10 સપ્ટેમ્બર (હિ.સ.)
અમરેલી જિલ્લામાં આવેલું મુખ્ય કૃષિ બજાર એટલે અમરેલી માર્કેટિંગ યાર્ડ. અહીં રોજ હજારો ખેડૂતો તેમના ખેતરમાંથી લાવેલ પાક વેચાણ માટે લાવે છે. આજે યાર્ડમાં વિવિધ પાકોના ભાવ જાહેર થતા ખેડૂતોમાં મિશ્ર લાગણીઓ જોવા મળી હતી. ખાસ કરીને કાળા તલના ભાવમાં થયેલા ઉછાળા બાદ ખેડૂતોના ચહેરા પર ખુશી છવાઈ ગઈ હતી.
આજે જાહેર થયેલા ભાવ મુજબ, સફેદ તલનો ભાવ ₹1,100 થી ₹2,350 સુધી બોલાયો હતો. જ્યારે કાળા તલનો ભાવ ₹2,225 થી ₹4,540 સુધી પહોંચ્યો હતો. છેલ્લા કેટલાક સમયથી કાળા તલના ભાવમાં મંદી ચાલી રહી હતી, ત્યારે આજે આવેલો ઉછાળો ખેડૂતો માટે આશાજનક સાબિત થયો. તલ કશ્મીરીનો ભાવ પણ ₹1,950 થી ₹2,376 સુધી નોંધાયો હતો.
અનાજની વાત કરીએ તો ઘઉં ટુકડાનો ભાવ ₹451 થી ₹590 સુધી અને ઘઉં લોકોને ભાવ ₹435 થી ₹573 સુધી જાહેર થયો હતો. મકાઈના પાકમાં પણ સ્થિરતા જોવા મળી હતી, જ્યાં મકાઈનો ભાવ ₹530 થી ₹611 સુધી રહ્યો હતો.
કપાસના પાકમાં આજે રસપ્રદ ભાવ જોવા મળ્યા. કપાસનો ભાવ ₹920 થી ₹18,630 સુધી પહોંચતા ખેડૂતોમાં નવી આશા જાગી હતી. કપાસ અમરેલી જિલ્લાના મુખ્ય પાકોમાંનો એક હોવાથી તેની ઊંચી બોલીઓથી ખેડૂતોને સારો ફાયદો થવાની સંભાવના છે.
એરંડાના ભાવમાં પણ સુધારો નોંધાયો હતો. અગાઉ એરંડાના ભાવમાં ખાસ વધારો નહોતો, પરંતુ આજે તે ₹1,000 થી ₹1,228 સુધી બોલાયો હતો, જે ખેડૂતોને વધારાની આવક આપી શકે છે.
કુલ મળીને આજે અમરેલી માર્કેટિંગ યાર્ડમાં જાહેર થયેલા ભાવો ખેડૂતો માટે રાહતભર્યા રહ્યા. ખાસ કરીને કાળા તલ અને કપાસના ભાવોમાં આવેલો ઉછાળો ખેડૂતોના ચહેરા પર ખુશી લાવી ગયો છે. ખેડૂતોને આશા છે કે આવતા દિવસોમાં પણ આવા સારા ભાવ મળતા રહેશે અને તેમની મહેનતનું યોગ્ય મૂલ્ય મળશે.
આમ કહી શકાય કે આજે અમરેલી માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો માટે સારા સમાચાર લાવનાર દિવસ રહ્યો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai