જામનગર, 10 સપ્ટેમ્બર (હિ.સ.) : જામનગરમાં એક ફ્લેટમાંથી મહિલા સંચાલિત કુટણખાનું ઝડપાયું છે. જેમાં કુટણખાનું ચલાવતી મહિલા અમદાવાદ અને રાજકોટથી રૂપલલનાઓને બોલાવવામાં આવતી હતી. સમગ્ર મામલે પોલીસને જાણ થતાં ગઈકાલે મંગળવારે (9 સપ્ટેમ્બર) મોડી સાંજે પોલીસે દરોડા પાડીને કુટણખાનું ઝડપી પાડ્યું હતું. પોલીસે 4 મહિલાની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જામનગરમાં આવેલા અંધઆશ્રમ આવાસના એક ફ્લેટમાં કુટણખાનું ચલાવામાં આવતું હતું. જામનગર શહેર વિભાગના ડીવાયએસપીને ચોક્કસ બાતમી મળી હતી, કે જામનગર અંધઆશ્રમ આવાસના ત્રણ માળિયા બિલ્ડિંગમાં ફ્લેટમાં એક મહિલા દ્વારા બહારથી યુવતીઓ બોલાવીને કુટલણખાનું ચલાવાતું હતું. સમગ્ર ઘટના મામલે અંધાશ્રમ આવાસ વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી છે.
સમગ્ર ઘટના મામલે જામનગરના સિટી સી. ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કુટણખાનું ચલાવનાર 55 વર્ષીય મહિલા સામે ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એકટ 1956 ની કલમ 3(1), 3(2એ), 4(1), 4(2સી), 5(1એ) અને 5 (1ડી) મુજબ ગુનો નોંધ્યો છે.
પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે, કુટણખાનું ચલાવતી મહિલા સિલાઈ કામ કરતી હતી. પરંતુ શોર્ટકટથી પૈસા મેળવવા મહિલાએ પોતાના ઘરમાં કુટણખાનું ચલાવવાનું શરૂ કર્યું હતું. જેમાં મહિલાએ અમદાવાદથી બે અને રાજકોટથી એક એમ ત્રણ યુવતીઓ બોલાવતી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt