હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં નવા કોર્સ અને યોજનાઓ પર ચર્ચા
પાટણ, 11 સપ્ટેમ્બર (હિ.સ.)હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણમાં કુલપતિ ડો. કે.સી. પોરીયાની અધ્યક્ષતામાં બોર્ડ ઓફ ડિનની બેઠક યોજાઈ હતી, જેમાં ડો. કે.કે. પટેલ, ડો. દિનેશભાઈ ચારણ, મીરા ચતવાણી અને સંગીતાબેન શર્મા સહિતના સભ્યો રૂબરૂ અને ઓનલાઈન
હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં નવા કોર્સ અને યોજનાઓ પર ચર્ચા


પાટણ, 11 સપ્ટેમ્બર (હિ.સ.)હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણમાં કુલપતિ ડો. કે.સી. પોરીયાની અધ્યક્ષતામાં બોર્ડ ઓફ ડિનની બેઠક યોજાઈ હતી, જેમાં ડો. કે.કે. પટેલ, ડો. દિનેશભાઈ ચારણ, મીરા ચતવાણી અને સંગીતાબેન શર્મા સહિતના સભ્યો રૂબરૂ અને ઓનલાઈન હાજર રહ્યા હતા. આ બેઠકમાં અનેક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા અને તમામ નિર્ણયો આગામી બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠકમાં અંતિમ મંજુરી માટે રજૂ કરવામાં આવશે.

યુનિવર્સિટીએ દરેક વિભાગ માટે પંચવર્ષીય વિકાસ યોજના તૈયાર કરવાનો નિર્ણય કર્યો છે. સાથે સાથે યુનિવર્સિટી ખાતે પાંચ વર્ષનો ઈન્ટિગ્રેટેડ લો કોર્સ અને બી-વોક કોર્સ શરૂ કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. આર્કિટેક્ચર વિભાગમાં મ્યુઝિયમ અને એક્ઝિબિશનની સુવિધા ઉભી કરવાની યોજના પણ વિચારાધીન છે.

યુનિવર્સિટી વિસ્તારના પાંચ જિલ્લાઓમાં નવી કોલેજોની મંજૂરી પ્રક્રિયામાં ફેરફાર કરવામાં આવ્યો છે. મહિલા સાયન્સ કોલેજ અને અંગ્રેજી માધ્યમની ગ્રાન્ટેડ કોલેજોની દરખાસ્તો યોગ્યતાના આધારે મંજૂર કરવામાં આવશે. એમ.એ.ની નવી કોલેજોને મંજૂરી આપવામાં નહીં આવે, પરંતુ હાલની એમ.એ. કોલેજોમાં નવા અભ્યાસક્રમો શરૂ કરવાની મંજૂરી આપવામાં આવશે

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande