જામનગરમાં રવિવારે યોજાનાર સ્પર્ધાત્મક પરીક્ષાઓ અનુલક્ષીને પ્રતિબંધિત જાહેરનામું બહાર પાડવામાં આવ્યું
જામનગર, 12 સપ્ટેમ્બર (હિ.સ.): આગામી રવિવારે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા આયોજિત રેવન્યુ તલાટી વર્ગ-૩ની લેખિત પરીક્ષાઓ યોજાશે. પરીક્ષાઓ દરમિયાન ચોરીના દુષણના કારણે તેજસ્વી વિધાર્થીઓને નિયમાનુસાર પરીક્ષા આપવામાં અડચણ થવાની સંભાવના રહે છ
ઝેરોક્ષ પ્રતિબંધ


જામનગર, 12 સપ્ટેમ્બર (હિ.સ.): આગામી રવિવારે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા આયોજિત રેવન્યુ તલાટી વર્ગ-૩ની લેખિત પરીક્ષાઓ યોજાશે. પરીક્ષાઓ દરમિયાન ચોરીના દુષણના કારણે તેજસ્વી વિધાર્થીઓને નિયમાનુસાર પરીક્ષા આપવામાં અડચણ થવાની સંભાવના રહે છે. તેવામાં જામનગર જિલ્લાના પરીક્ષા કેન્દ્રોની આસપાસ કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે અને પરીક્ષા સુચારુ રીતે પૂર્ણ થાય તે હેતુસર પરીક્ષા કેન્દ્રોની આસપાસના ઝેરોક્ષ સેન્ટર્સ અને કોપીયર મશીન પરીક્ષાના સમય દરમિયાન બંધ રહે, તેમજ પરીક્ષા કેન્દ્રો પર કોઈપણ વ્યક્તિ મોબાઈલ ફોન, ઈલેક્ટ્રોનિક સાધનો, કેલ્ક્યુલેટર, ઈલેક્ટ્રોનિક વોચ અને અન્ય અનધિકૃત સાહિત્ય વગેરે સાથે ના લઈ જાય તે માટે પ્રતિબંધાત્મક હુકમો ફરમાવતું જાહેરનામું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ બી.એન. ખેર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે.

જામનગર જિલ્લામાં પરીક્ષા માટે નિર્ધારિત કરવામાં આવેલા પરિશિષ્ટ મુજબના પરીક્ષા કેન્દ્રોની આસપાસના ૧૦૦ મીટરના વિસ્તારની હદમાં આવતા કોપીયર મશીન દ્વારા કોપીનો વ્યવસાય કરતા ધંધાર્થીઓ અને અંગત ઉપયોગ માટે વપરાશ કરતા (સરકારી/અર્ધસરકારી કે જાહેર સાહસો સિવાયના) કોપીયર મશીન ધારકોએ તા.૧૪/૦૯/૨૦૨૫ના રોજ બપોરના ૧:૩૦ કલાકથી સાંજના ૫:૩૦ કલાક સુધી તેઓના કોપીયર મશીન દ્વારા પરીક્ષા વિષયક પત્રો અને દસ્તાવેજી કાગળોની નકલો કાઢવી નહીં.

આ ઉપરાંત, પરીક્ષા કેન્દ્રોમાં કોઈપણ વ્યક્તિ મોબાઈલ ફોન, ઈલેક્ટ્રોનિક સાધનો, કેલ્ક્યુલેટર, ઈલેક્ટ્રોનિક વોચ તેમજ અન્ય અનધિકૃત સાહિત્ય સાથે પ્રવેશ કરી શકશે નહીં. તથા પરીક્ષા કેન્દ્રોની આસપાસ લાઉડસ્પીકર વગાડવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. તેમ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ બી.એન.ખેર, જામનગર દ્વારા બહાર પાડવામાં આવેલા પ્રતિબંધાત્મક હુકમમાં જણાવવામાં આવ્યું છે. આ હુકમનો ભંગ કરનારી વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ની કલમ-૨૨૩ હેઠળ શિક્ષાપત્ર થશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande