પોરબંદર, 13 સપ્ટેમ્બર (હિ.સ.): પોરબંદરની વી.જે.મદ્રેસા બોયઝ એન્ડ ગર્લ્સ સ્કુલ ખાતે પોરબંદર મહિલા પોલીસ સ્ટેશન દ્વારા વિધાર્થીઓમાં કાયદાકીય જાગૃતિ ફેલાવવા કાર્યક્રમ યોજાયો હતો.
પોરબંદર મહિલા પોલીસ સ્ટેશન દ્વારા અનેકવાર વિવિધ શાળાઓમાં જઈને વિધાર્થીનીઓમાં અને મહિલાઓમાં કાયદાઓ વિશે જાગૃતિ આવે તે હેતુસર અલગ-અલગ જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવે છે.ત્યારે પોરબંદર મહિલા પોલીસ સ્ટેશન દ્વારા પોરબંદરની વી.જે.મદ્રેસા બોયઝ એન્ડ ગર્લ્સ હાઈસ્કુલ ખાતે જાગૃતિકરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.પોરબંદર મહિલા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ.કુલસુમબેન સૈયદ અને તેમની ટીમના ઉર્મિલાબેન, એચ.એ.માકડીયા દ્વારા મહીલા જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
જેમાં વિદ્યાર્થીનીઓને ગુડ ટચ અને બેડ ટચ અંગે જાણકારી આપવામાં આવી હતી.તથા પોકસો એકટ, મહિલા હેલ્પલાઈન, ચાઈલ્ડ હેલ્પલાઇન, સી-ટીમ અંગે જાણકારી આપવામાં આવી હતી. તે ઉપરાંત કોઇપણ મહિલા મુશ્કેલીના સમયે 181 મહિલા હેલ્પલાઇનમાં કોલ કરી મદદ, માર્ગદર્શન અને બચાવ માટે કોલ કરી શકે છે કામના સ્થળે શારિરીક, માનસિક, જાતિય સતામણી કે ઘરેલુ હિંસામાં મદદ મેળવી શકાય છે.બિનજરૂરી કોલ મેસેજ કે છેડતી ઉપરાંત લગ્નજીવનના વિખવાદોમાં પણ કોલ કરી શકાય.વિદ્યાર્થીનીઓ પોતાના સ્માર્ટ મોબાઈલમાં અભયમ એપ્લીકેશન ડાઉનલોડ કરી અભયમ સેવાઓ ઝડપથી મેળવી સકાય છે તે અંગે ચર્ચા કરી હતી.તે ઉપરાંત પ્રતિબંધિત ડ્રગ્સ અને નશા અંગે પણ જાગૃતિ ફેલાવવામાં આવી હતી.
વી.જે.મદ્રેસા બોયઝ એન્ડ ગર્લ્સ સ્કુલના ઓન. સેક્રેટરી ફારૂકભાઈ સુર્યા, પ્રિન્સિપાલ ઇસ્માઇલ મુલતાની, ગર્લ્સ સ્કુલના પ્રિન્સિપાલ અમૃતાબેન બામણીયા સહિત સ્ટાફ દ્વારા મહિલા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. કુલસુમબેન સૈયદ તેમજ ટિમને આવકારવામાં આવ્યા હતા અને વિદ્યાર્થીનીઓને ઉપયોગી માહિતી પુરી પાડવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya