પોરબંદર, 13 સપ્ટેમ્બર (હિ.સ.): પોરબંદરના ખંભાળા ગામે ડેમ પાસે રહેતા એક યુવાને નબળી આર્થિક પરિસ્થિતિને કારણે ઝેરી દવા પી લીધી હતી અને સારવાર દરમિયાન તેનું મોત થયુ છે.
ખંભાળા ગામે ડેમ પાસે વાડીવિસ્તારમાં રહેતા હરિભાઈ કેશવાલા દ્વારા રાણાવાવ પોલીસ સ્ટેશનમાં એવુ જાહેર કરવામાં આવ્યુ છે કે તેના ૨૪ વર્ષના પુત્ર રણમલ કેશવાલાએ નીંદણમાં છાંટવાની ઝેરી દવા પી લીધી હતી જેમાં કારણ એવુ દર્શાવ્યુ છે કે ટૂંકી જમીન હોવાથી તેમાં ઉપજ થતી ન હતી. તેથી આર્થિક પરિસ્થિતિ નબળી હતી તે વાતની સતત મનમાં ચિંતા રહેતી હતી અને મનમાં લાગી આવતા તા.28-8ના તેણે ઝેરી દવા પી લીધી હતી અને સારવાર દરમ્યાન રણમલનું મોત થયુ છે. આગળની તપાસ રાણાવાવ પોલીસ ચલાવે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya