પોરબંદર, 13 સપ્ટેમ્બર (હિ.સ.): ભાવનગર રેલ્વે ડી.આર.એમ ઓફિસના કોન્ફરન્સ રૂમમાં ડિવિઝન રેલવે ઉપભોગકર્તા સલાહકાર સમિતિ ની આ વર્ષની ત્રીજી બેઠકનું આયોજન કરાયું. રેલ્વે તંત્ર વહેલી તકે તપાસ કરીને પ્રશ્નો હલ કરવાની કોશિશ કરશે તેવી બાંહેધરી આપી છે.
રેલ્વે ડિવિઝન ભાવનગર ડી.આર.એમ ઓફિસના કોન્ફરન્સ રૂમમાં આયોજિત ડિવિઝન રેલવે ઉપભોગકર્તા સલાહકાર સમિતિ ની આ વર્ષની ત્રીજી બેઠકમાં વિચાર વિમર્શ હેતુ સભ્યો થી પ્રાપ્ત પ્રસ્તાવ અને એના ઉપરની ટિપ્પણી માટે ની બેઠક માં ભાજપ પ્રદેશ અગ્રણી વિજયભાઈ થાનકી, પોરબંદરના સંસદ મનસુખભાઈ માંડવીયાના પ્રતિનિધિ સભ્ય તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને પોરબંદર રેલવેના પ્રશ્નોની વિગતવાર ચર્ચા કરી હતી જેમાં ખાસ કરીને પોરબંદરનારેલ્વે સ્ટેશનની બહાર આવેલા નવા ટોયલેટ ની સાફ-સફાઈ માટે યુઝ એન્ડ પેની સગવડતા કરવામાં આવે જેથી કરીને કોઈ પણ સફાઈ કામદાર વગરનું આ ટોયલેટ સ્વચ્છ રહે.હાલમાં વેટિંગ રૂમ તૈયાર નથી ઘણા સમયથી રીપેરીંગ કામ ચાલે છે એ તાત્કાલિક પૂર્ણ કરવા અનુરોધ છે રેલવે સ્ટેશન થી પશ્ચિમ બાજુ આવેલા વિશાળ એરિયામાં કોઈપણ જાતની સાફ-સફાઈ હોવાના કારણે કચરો એકઠો થયેલ છે તો ત્યાં સ્ક્રેપ યાર્ડ ની રચના કરી યોગ્ય વ્યવસ્થા કરવા અનુરોધ કરવામાં આવે છે પોરબંદર થી ભાવનગર રેગ્યુલર ડેઇલી ટ્રેન છે એમાં એક ફર્સ્ટ ક્લાસ નો નવો કોચ ઉમેરવામાં આવે તો યાત્રીકોને વધુ સુવિધા મળે રેલવે સ્ટેશન પ્લેટફોર્મ પર ફૂટઓવર બ્રિજ ફક્ત એક જ બાજુ એટલે કે પશ્ચિમ સાઈડમાં જ છે એવો જ બ્રિજ પૂર્વ સાઈડમાં પણ એટલે કે સ્ટેશનના બંને છેડે જરૂરી છે જેથી પેસેન્જરને આવક જાવક માં ખૂબ સુવિધા રહે. રેલવે સ્ટેશન ની બહાર તો કવર શેડ છે પરંતુ અંદરના કવર શેડ નું કામ અધૂરું છે જેથી વરસાદ અને સખત તડકામાં યાત્રિકોને અગવડ પડે છે તો આ કવર નું કામ વહેલી તકી પૂર્ણ કરવું જરૂરી છે. કેન્દ્રીય રેલવે મંત્રી અને પોરબંદરના સાંસદ તેમજ કેબિનેટ મંત્રી મનસુખભાઈ માંડવીયા દ્વારા પોરબંદર માટે ભદ્રકાળી ફાટક ઉપર ઓવરબ્રિજ બનાવવાનું કામ ની મંજૂરીની જાહેરાત થઈ છે પરંતુ હજુ કોઈ પણ જાતનો સર્વે કે કામગીરીનો પ્રારંભ થયો હોય એવું લાગતું નથી તો વહેલી તકે આ કામ ચાલુ થાય એવી લોકોની ખાસ માગણી છે એ જ પ્રમાણે રાણાવાવ રેલવે સ્ટેશન પાસે જે આધુનિક મેન્ટેનન્સ શેડ મંજુર થયો છે તે કાર્યવાહી વહેલી તકે ઝડપી ચાલુ થાય તો લોકોને રોજગાર મળતો થાય તેમજ જીઈબી અને ભદ્રકાળી પાસેના ફાટકનું ટ્રાફિકજામ નો પ્રશ્ન પણ થોડો ઘણો હળવો થાય તો આ કાર્યને અગ્રતાક્રમે લઈ અને રેલવે વિભાગ એ પૂર્ણ કરવા જોઈએ તેવી ખાસ રજૂઆત કરવામાં આવી હતી આ બેઠકમાં ડિવિઝન રેલવે તંત્રના તમામ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક, ભાવનગર મંડળ અતુલ કુમાર ત્રિપાઠી દ્વારા રેલવે તંત્ર દ્વારા ડિવિઝનમાં મંજૂર થયેલા કામો, પૂર્ણ થયેલા કામ અને જે પણ કાંઈ નવી સુવિધા કરવામાં નું આયોજન કરવામાં આવ્યું છે તેનું વિગતવાર પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન આપ્યું હતું અને સભ્યોએ ઉઠાવેલા સવાલો ઉપર રેલ્વે તંત્ર વહેલી તકે તપાસ કરીને પ્રશ્નો હલ કરવાની કોશિશ કરશે તેવી બાંહેધરી આપી હતી અને સભ્યો તરફથી સકારાત્મક રજૂઆતો ને વ્યાજબી ગણાવી સક્રિયતા બદલ આભાર માન્યો હતો. એવું એક યાદીમાં ડી આર યુ સી સી મેમ્બર સાંસદ પ્રતિનિધિ વિજયભાઈ થાનકી દ્વારા જણાવાયું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya