વેડ રોડના વીવર્સ પાસેથી માલ ખરીદી વેપારીએ 3 લાખનો ચુનો ચોપડ્યો
સુરત, 12 સપ્ટેમ્બર (હિ.સ.)- વેડરોડ ક્રિષ્ના ઈન્ડસ્ટ્રીઝમાં ખાતુ ધરાવતા વીવર્સ પાસેથી ફારૂક કુંદા નામના વેપારીઍ 3 લાખ 7 હજારનો કાપડનો માલ ખરીદી પેમેન્ટ નહી આપી છેતરપિંડી કરી હતી. અડાજણ, હનીપાર્ક રોડ, પ્રતિક્ષા રો હાઉસમાં રહેતા અને વેડરોડ ક્રિષ્ણા ઈન્
વેડ રોડના વીવર્સ પાસેથી માલ ખરીદી વેપારીએ 3 લાખનો ચુનો ચોપડ્યો


સુરત, 12 સપ્ટેમ્બર (હિ.સ.)- વેડરોડ ક્રિષ્ના ઈન્ડસ્ટ્રીઝમાં ખાતુ ધરાવતા વીવર્સ પાસેથી ફારૂક કુંદા નામના વેપારીઍ 3 લાખ 7 હજારનો કાપડનો માલ ખરીદી પેમેન્ટ નહી આપી છેતરપિંડી કરી હતી.

અડાજણ, હનીપાર્ક રોડ, પ્રતિક્ષા રો હાઉસમાં રહેતા અને વેડરોડ ક્રિષ્ણા ઈન્ડસ્ટ્રીઝમાં મહાલક્ષ્મી ટેક્ષ, અંબાજી ટેક્ષટાઈલ, ક્રિષ્ના ટેક્ષટાઈલ, શ્રી જય અંબે ટેક્ષ ફર્મના નામે ખાતુ ધરાવતા ડેનીશ રાકેશભાઈ મોદી પાસેથી મુગલીસરા, વરીયાળી બજાર મેઈન રોડ, મક્કા પ્લાઝા ખાતે રહેતા ફારુક અબ્દુલ્લા કુંદા નામના વેપારીઍ શરુઆતમાં કાપડનો માલ ખરીદી તેનું સમયસર પેમેન્ટ આપી વિશ્વાસમાં લીધા હતા ત્યારબાદ માર્ચ 2023 બાદ રૂપિયા 3,07,173નો કાપડનો માલ ખરીદ્યો હતો જે માલનું પેમેન્ટ નહી આપી ખોટા ખોટા વાયદાઓ આપી પેમેન્ટ નહી ચુકવી છેતરપિંડી કરતા ડેનીશભાઈઍ આ મામલે ગતરોજ ફરિયાદ નોધાવતા ચોકબજાર પોલીસે ફારૂક કુંદા સામે ગુનો દાખલ કર્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande