પોરબંદર, 12 સપ્ટેમ્બર (હિ.સ.): પોરબંદર જિલ્લામા બે સ્થળોએથી જુગાર ઝડપાયો હતો પોરબંદરમા મહિલા સંચાલિત જુગારધામ ઝડપાયુ હતુ જેમા છ મહિલા જુગાર રમતા ઝડપાય હતી જયારે રાણાવડવાળા ગામે બે શખ્સોને પોલીસે જુગાર રમતા ઝડપી લીધા હતા પોરબંદરના નિધિ પાર્ક-6 મા રહેતા ઈલાબેન ઉર્ફે અવનવીબેન જીજ્ઞેશભાઈ જોષીએ પોતાના રહેણાંક મકાનમાં જુગારધામ શરૂ કર્યુ હોવાની બાતમીના આધારે કમલાબાગ પોલીસે દરોડો પાડયો હતો.
આ દરમ્યાન મકાન માલિક ઇલાબેન ઉર્ફે અવનવીબેન જીજ્ઞેશભાઈ જોષી તથા જુલીબેન વિશ્વનાથ છેલાવડા, શાંતિબેન રામભાઈ બળેજા, લીલુબેન દિલીપગર મેઘનાથી, રેખાબેન સતીષભાઈ મોકરીયા અને ચંપાબેન અશોકભાઈ સાવલીયાને જુગાર રમતા ઝડપી લીધા હતા અને સ્થળ પરથી રૂ.20,950નો મુદામાલ કબ્જે કર્યો હતો અન્ય એક બનાવામાં રાણાવડવાળા ગામે જાહેરમા ચાલતા જુગાર પર રાણાવાવ પોલીસે દરોડો પાડી જુગાર રમી રહેલા સુભાષ વાલજી સોલંકી અને કેતન ધીરૂ ચાંનપાને ઝડપી લઈ સ્થળ પરથી રૂ.6670નો મુદામાલ કબ્જે કયો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya