પોરબંદર, 12 સપ્ટેમ્બર (હિ.સ.): રાજ્યભરમાં તલાટી મંત્રોની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પોરબંદર જિલ્લાના પરીક્ષાર્થીઓને રાજકોટ કેન્દ્ર આપવામાં આવેલ છે ત્યારે આ પરીક્ષાર્થીઓને જવા આવવામાં કોઈ તકલીફના પડે તે હેતુસર પોરબંદર એસ.ટી. ડેપો દ્વારા એક્સ્ટ્રા બસનું આયોજન કરવામાં આવેલ છે.
આગામી તા. 14/09/2025 ના રોજ પોરબંદરથી રાજકોટ જવા માટે આ બસ સવારે 06:05 વાગ્યે પોરબંદર બસ સ્ટેન્ડથી રાણાવાવ, કુતિયાણા અને ત્યાર બાદ નોનસ્ટોપ રાજકોટ જશે તેમજ રાજકોટથી પરત પોરબંદર આવવા માટે સાંજે 6 આ બસ રાજકોટ બસ સ્ટેન્ડ ખાતેથી મળશે. આ બસમાં જવા માટેનું એડવાન્સ બુકિંગ gsrtc.in પરથી gsrtc ની મોબાઈલ એપ્લિકેશનથી તેમજ પોરબંદર, રાણાવાવ, કુતિયાણાના બસ સ્ટેન્ડ ની રિઝર્વેશન ઓફિસ પરથી પણ થઈ શકશે. વિશેષમાં પોરબંદર એસ.ટી. ના સ્ટેન્ડ ઈન્ચાર્જ એચ. એમ. રૂઘાણી દ્વારા જણાવાયા મુજબ જો પરીક્ષાર્થીઓ નું પ્રમાણ વધશે તો જરૂરીયાત મુજબ બીજી પણ વધારે બસો ફાળવવામાં આવશે. ડેપો મેનેજર પી.બી. મકવાણા દ્વારા જિલ્લાના તમામ પરીક્ષાર્થીઓ ને શુભેચ્છાઓ પાઠવી આ બસનો બહોળી સંખ્યામાં લાભ લેવા અનુરોધ કરવામાં આવેલ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya