જામનગરમાં જમીનના સોદા પેટે રકમ મેળવ્યા પછી દસ્તાવેજ ન કરી અપાયા
જામનગર, 12 સપ્ટેમ્બર (હિ.સ.): જામનગરના એક વૃદ્ધાએ ૧૩ વર્ષ પહેલાં મોટા થાવરીયા ગામમાં એક જમીન ખરીદવા માટે રૂ.પ,૬૪,૩૦૦ ચૂકવી વેચાણ કરાર કરાવ્યો હતો. તે પછી રકમ મેળવનાર શખ્સે દસ્તાવેજ ન બનાવી આપતા અને જાનથી મારી નાખવાની ધમકી આપતા મામલો પોલીસ મથકે પહોંચ્
ફરિયાદ ફાઈલ ફોટો


જામનગર, 12 સપ્ટેમ્બર (હિ.સ.): જામનગરના એક વૃદ્ધાએ ૧૩ વર્ષ પહેલાં મોટા થાવરીયા ગામમાં એક જમીન ખરીદવા માટે રૂ.પ,૬૪,૩૦૦ ચૂકવી વેચાણ કરાર કરાવ્યો હતો. તે પછી રકમ મેળવનાર શખ્સે દસ્તાવેજ ન બનાવી આપતા અને જાનથી મારી નાખવાની ધમકી આપતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.

જામનગરના ખંભાળિયા નાકા બહાર આવેલા ખોજાનાકા વિસ્તારમાં સંધી જકાત ખાનાવાળી શેરીમાં વસવાટ કરતા બાનુબેન મહંમદભાઈ શેખ (ઉ.વ.૬પ) નામના વૃદ્ધાએ પંચકોશી એ ડિવિઝન પોલીસ મથકમાં જામનગરના ટીટોડી વાડી વિસ્તારમાં આવેલી સિલ્વર સોસાયટીમાં રહેતા ઈરફાન કાસમ શેખ સામે છેતરપિંડી આચર્યાની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવવામાં આવ્યા મુજબ બાનુબેને મોટા થાવરીયા ગામમાં રે.સ.નં.૩૨૩માં આવેલી ૪.૧૫ ગુંઠા જમીન ખરીદવા માટે વર્ષ ૨૦૧૨માં ઈરફાન શેખ સાથે વાતચીત કર્યા પછી તેણીના જણાવ્યા મુજબ રૂ.પ,૬૪,૩૦૦ આપ્યા હતા અને વેચાણ કરાર કરાવ્યો હતો.

તે પછી ઈરફાન કાસમને આ પ્લોટનો દસ્તાવેજ કરી આપવા માટે અવારનવાર કહેવા છતાં બાનુબેનને તેનો દસ્તાવેજ બનાવી આપવામાં આવતો ન હતો કે પ્લોટનો કબજો પણ સોંપાતો ન હતો તેથી આ મહિલાએ વધુ એક વખત ઈરફાનને કહેતા ઈરફાને હવે દસ્તાવેજ કરવા માટે પૂછશો તો તમને પતાવી દઈશ તેવી ધમકી આપતા આખરે પોલીસમાં ફરિયાદ કરાઈ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande