ગીર સોમનાથ 12 સપ્ટેમ્બર (હિ.સ.)
ગીર સોમનાથ ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમના રાજકોટ એસટી ડિવિઝન હેઠળના રાજકોટ ડેપો દ્વારા સંચાલિત કમાવો દીકરા સમાન અને નફાકારક ગુર્જર નગરી એક્સપ્રેસ બસ રૂટ રાજકોટ થી દિવ.વાયા કોડીનાર છેલ્લા ઘણા સમયથી આ બસ અનિયમિત હોવાથી કોડીનારના ધારાસભ્ય પ્રદ્યુમનભાઈ વાજા ને રજૂઆત કરી છે.
મુસાફર જનતાના જણાવ્યા મુજબ રાજકોટ. દીવ બસ નો ટાઈમ રાજકોટ થી ઉપડવાનો સમય બપોરે પોણા 12:00 વાગ્યાનો છે તેમ છતાં છેલ્લા ઘણા સમયથી આ બસ 12:30 થી 1:00 વાગ્યાની આસપાસ ઉપડેછે બસ લેટ થવાનું કારણ એવું છે કે રાજકોટ વર્કશોપમાં આ બસ મેન્ટેનન્સ અને સફાઈ માટે જતી હોય ત્યાંથી ડેપો પર આવતા 12:30 જેટલો સમય પસાર થઈ જાય છે.
રાજકોટ એસટીના અધિકારીઓ આ રાજકોટ દિવ બસભલે લેટ થાય પણ ધોવરાવી ને જ નીકળવાનો આગ્રહ રાખે છે જેના કારણે આ બસ રાજકોટ થી જ લેટ ઉપડે છે. તેમાં વળી રાજકોટ થી જેતપુર ના રસ્તા ના કારણે વધુ એક કલાક જેટલી લેટ થાય છે.
જેથી કોડીનાર આ બસ સાંજનાં સાડા સાત આસપાસ આવતી હોવાને કારણે ગ્રામ્ય વિસ્તારની બસ ઊપડી જાય છે જેથી લોકો ને નાં છૂટકે પ્રાઇવેટ વાહન નો સહારો લેવો પડતો હોય છે આ બસમાં મોટાભાગે કોડીનારના ગ્રામ્ય વિસ્તારો ના લોકો રાજકોટ થી દવાખાને થી આવતા હોય છે
તો શું રાજકોટ નું એસ. ટી. તંત્ર લોકોની મુશ્કેલી ઓ દૂર કરશે કે પછી?
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ