ગીર ગઢડાના ભીયાળમાં, સિંહે ગોવાળની સામે ગાયનું મારણ કર્યું.
ગીર સોમનાથ, 12 સપ્ટેમ્બર (હિ.સ.) ગ્રામજનોને નિયમિત રીતે સિંહ દર્શન થાય છે, જેના કારણે તેઓ ચિંતામાં મૂકાયા છે. આજે સવારના સમયે એક ગંભીર ઘટના બની. ગામનો ગોવાળ ગાય લઈને જતો હતો ત્યારે સિંહે તેની હાજરીમાં જ ગાયનો શિકાર કર્યો. સિંહ શિકારને ઢસડીને થોડે દૂર
ગીર ગઢડાના ભીયાળમાં, સિંહે ગોવાળની સામે ગાયનું મારણ કર્યું.


ગીર સોમનાથ, 12 સપ્ટેમ્બર (હિ.સ.) ગ્રામજનોને નિયમિત રીતે સિંહ દર્શન થાય છે, જેના કારણે તેઓ ચિંતામાં મૂકાયા છે. આજે સવારના સમયે એક ગંભીર ઘટના બની. ગામનો ગોવાળ ગાય લઈને જતો હતો ત્યારે સિંહે તેની હાજરીમાં જ ગાયનો શિકાર કર્યો. સિંહ શિકારને ઢસડીને થોડે દૂર લઈ ગયો. ત્યારબાદ તેને ગામની સીમમાં આવેલી વાડીમાં ફરતો જોવામાં આવ્યો. ગામના સરપંચ વાલજીભાઈના જણાવ્યા મુજબ, સિંહ લગભગ રોજ શિકારની શોધમાં ગામમાં ગાય-ભેંસનું મારણ કરે છે. આ કારણે ગ્રામજનો પોતાની વાડીએ જવામાં પણ ડર અનુભવે છે. કારણ કે સિંહનો ગમે ત્યારે રસ્તામાં સામનો થઈ શકે છે.

વન વિભાગને આ સમસ્યા ની જાણ કરવામાં આવી છે. ગ્રામજનોની માગણી છે કે સિંહને જંગલ વિસ્તારમાં ખસેડવામાં આવે, જેથી તેમને રાહત મળે. હાલમાં વન વિભાગ પાસે માગણી કરવામાં આવી છે કે આ વિસ્તારમાં કાયમી વનમિત્રો માટે પોઈન્ટ બનાવવામાં આવે, જેથી ગ્રામજનોને સિંહના ડરમાંથી મુક્તિ મળી શકે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande