જસાધાર ચેકપોસ્ટ (તુલશીશ્યામ) માં, અગીયારસ અને પુનમ મા ગેટ ખોલવાના સમય માં ફેરફાર કરવા માંગ
ગીર સોમનાથ, 12 સપ્ટેમ્બર (હિ.સ.) રસિક ચાવડા એ મુખ્યમંત્રી કાર્યાલયે કરી રૂબરૂ રજૂવાતઅખિલ ભારતીય કોળી સમાજ ગુજરાત ના પ્રદેશ મહામંત્રી અને ઊના ના જાગૃત યુવા આગેવાન રસિક ચાવડા એ મુખ્યમંત્રી કાર્યાલય ખાતે રૂબરૂ ગાંધીનગર જઈ રજૂઆત કરી કે જસાધાર ચેકપોસ્ટ (ત
જસાધાર ચેકપોસ્ટ (તુલશીશ્યામ) માં, અગીયારસ અને પુનમ મા ગેટ ખોલવાના સમય માં ફેરફાર કરવા માંગ


ગીર સોમનાથ, 12 સપ્ટેમ્બર (હિ.સ.) રસિક ચાવડા એ મુખ્યમંત્રી કાર્યાલયે કરી રૂબરૂ રજૂવાતઅખિલ ભારતીય કોળી સમાજ ગુજરાત ના પ્રદેશ મહામંત્રી અને ઊના ના જાગૃત યુવા આગેવાન રસિક ચાવડા એ મુખ્યમંત્રી કાર્યાલય ખાતે રૂબરૂ ગાંધીનગર જઈ રજૂઆત કરી કે જસાધાર ચેકપોસ્ટ (તુલશીશ્યામ) માં અગીયારસ અને પુનમ મા ગેટ ખોલવાના સમય માં ફેરફાર કરવા માં આવે, ગીર સોમનાથ જીલ્લામાં પુરાણ પ્રસિધ્ધ ભગવાન શ્યામ નું તુલશીશ્યામ નામનું ધાર્મીક સ્થળ આવેલ છે અને ત્યા ગરમ પાણીનો કુંડ પણ આવેલ છે. આ વિસ્તાર ના ધણા લોકો ના ઈષ્ટદેવ છે.અને આસ્થાનું પ્રતિક છે અને અગીયારસ અને પુનમ ભરવા વાળા ભાવિક ભકતો પણ છે.

આ ગેટ સવારે ૬:૦૦ વાગે ખુલે છે અને તુલશીશ્યામ માં મંગળા આરતી સવારે ૫:૪૫ એ થાય છે, જેથી પુનમે અગીયારસ માં જવા વાળા ભાવિક ભકતો મંગળા આરતીનો લાભ લઈ શકતા નથી.

પરંતુ વન વિભાગ દ્વારા એસ.ટી.બસ માટે સવારે ૫:૦૦ વાગે અને ૫:૩૦ વાગે ગેટ ખોલવામાં આવે છે તો ભકતો માટે કેમ બંધ રાખવામાં આવે છે.

ચાવડા એ માંગ કરી છે કે, પુનમ અને અગીયારસ ના બે દિવસ માટે સવારે વેલો ગેટ ૫:૩૦ વાગે ખોલવામાં આવે તો પુનમ ભરવા વાળા અને અગીયારસ ભરવા વાળા ભકતો મંગળા આરતી અને દર્શન નો લાભ લઈ શકે તો આપના દ્વારા આ અંગે જરુરી સુચના આપવામાં આવે તેવી વિનંતી કરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande