હારીજ કૉલેજમાં માનસિક સ્વાસ્થ્ય અને આત્મહત્યા નિવારણ પર માર્ગદર્શન કાર્યક્રમ
પાટણ, 12 સપ્ટેમ્બર (હિ.સ.): હારીજની સરકારી વિનયન અને વિજ્ઞાન કૉલેજમાં માનસિક સ્વાસ્થ્ય અને આત્મહત્યા નિવારણ અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમનું આયોજન કૉલેજના એન્ટી રેગિંગ સેલ અને મનોવિજ્ઞાન સેલ દ્વારા ગુજરાત સરકારના ઉચ્ચ શિક્ષ
હારીજ કૉલેજમાં માનસિક સ્વાસ્થ્ય અને આત્મહત્યા નિવારણ પર માર્ગદર્શન કાર્યક્રમ


પાટણ, 12 સપ્ટેમ્બર (હિ.સ.): હારીજની સરકારી વિનયન અને વિજ્ઞાન કૉલેજમાં માનસિક સ્વાસ્થ્ય અને આત્મહત્યા નિવારણ અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમનું આયોજન કૉલેજના એન્ટી રેગિંગ સેલ અને મનોવિજ્ઞાન સેલ દ્વારા ગુજરાત સરકારના ઉચ્ચ શિક્ષણ કમિશ્નરની કચેરીના સહયોગથી કરવામાં આવ્યું હતું.

કૉલેજના આચાર્ય ટેકપાલસિંહ આનંદના માર્ગદર્શન હેઠળ મનોવિજ્ઞાનના કાઉન્સેલર શ્રી કુશલ ઠક્કરે વિદ્યાર્થીઓને માનસિક સ્વાસ્થ્ય કેળવવાના પગલાં, માનસિક રોગોની ઓળખ અને તેનું નિવારણ અંગે વિગતવાર માહિતી આપી. તેમણે આત્મહત્યાના વિચારોમાંથી મુક્તિ મેળવવા માટે પણ અગત્યનું માર્ગદર્શન પૂરું પાળ્યું.

આ કાર્યક્રમમાં 55થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓને જરૂરી સમયે સંપર્ક કરી શકે તે માટે મનોચિકિત્સક તથા કાઉન્સેલરના સંપર્ક નંબર પણ આપવામાં આવ્યા. કાર્યક્રમનું સફળ સંચાલન ડૉ. જીગ્નેશ પરમારે કર્યું.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande