જામનગરના ધારાસભ્ય રિવાબા જાડેજાએ, જન્મદિવસે સમાજોપયોગી વિકાસકામોની ભેટ ધરી
જામનગર, 12 સપ્ટેમ્બર (હિ.સ.) : જામનગર (ઉત્તર) વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય રિવાબા જાડેજાએ તેમના જન્મદિન નિમિત્તે સમાજના દરેક વર્ગને સ્પર્શતા વિવિધ સમાજોપયોગી વિકાસકામોની ભેટ ધરી છે. ધારાસભ્ય રિવાબા જાડેજા દ્વારા ગાંધીનગર રોડ પર વિશ્વકર્મા બાગમાં જન
MLA રિવાબા જાડેજા જન્મદિવસ ઉજવણી


જામનગર, 12 સપ્ટેમ્બર (હિ.સ.) : જામનગર (ઉત્તર) વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય રિવાબા જાડેજાએ તેમના જન્મદિન નિમિત્તે સમાજના દરેક વર્ગને સ્પર્શતા વિવિધ સમાજોપયોગી વિકાસકામોની ભેટ ધરી છે. ધારાસભ્ય રિવાબા જાડેજા દ્વારા ગાંધીનગર રોડ પર વિશ્વકર્મા બાગમાં જન્મદિનની ઉજવણી નિમિત્તે આ સેવકાર્યોના લોકાર્પણનો તથા સન્માન સમારોહ યોજાયો હતો. આ સમારોહમાં પ નવતનપુરી ધામ-ખીજડામંદિરના આચાર્ય પૂ. કૃષ્ણમણિજી મહારાજ તથા સ્વામિનારાયણ મંદિરના ચત્રભૂજ સ્વામીએ ઉપસ્થિત રહી આશીર્વચન પાઠવ્યા હતાં.

આ ઉપરાંત જામનગર (દક્ષિણ) ના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા જાડેજા), પૂર્વ શહેર ભાજપ પ્રમુખો ડો. વિમલભાઈ કગથરા, મુકેશભાઈ દાસાણી, અશોકભાઈ નંદા, પૂર્વ મેયરો ધીરૂભાઈ કનખરા, કનકસિંહ જાડેજા, પ્રતિભાબેન કનખરા, રાજપૂત સમાજના પ્રમુખ પી.એસ. જાડેજા, ભાજપના અગ્રણીઓ મેરામણભાઈ ભાટુ, વિજયસિંહ જેઠવા, મનપા શાસક પક્ષના નેતા આશિષ જોષી, પ્રવિણસિંહ ઝાલા, ગોવુભા (ડાડા), દિલીપભાઈ ભોજાણી, કોર્પોરેટરો, મહિલા સંસ્થાઓના હોદ્દેદારો, વિવિધ કંપનીઓના અધિકારીઓ, રમતવીરો, અન્ય લાભાર્થીઓ તથા મોટી સંખ્યામાં ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહ્યા હતાં.

આજના સમારોહમાં ૩પ કંપનીઓના સહકારથી રોજગાર મેળો યોજાયો હતો. રાંદલનગર શાળાના બાળકોને ગણવેશ ભેટ આપવામાં આવી હતી. રાજપૂત સમાજ માટે નિર્મિત એ/સી હોલનું ઈ-લોકાર્પણ, વિજ્યાબા હોલનું ઈ-લોકાર્પણ, હનુમાન મંદિરનું પુનઃ નિર્માણ થયા પછી ઈ-લોકાર્પણ, સાંઈબાબા મંદિરમાં નિર્મિત ડોમનું ઈ-લોકાર્પણ, ડેન્ટલ હોસ્પિટલમાં સોલાર રૂફ ટોપનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત નેશનલ અને ઈન્ટરનેશનલ લેવલે સિદ્ધિ પ્રાપ્ત કરનારા રમતવીરોનું સન્માન કરવામાં આવ્યું હતું. ભાજપના સ્વર્ગસ્થ બુથ પ્રમુખના પરિવારને રૂ.૧૦ લાખનો ચેક અર્પણ કરાયો હતો. ૧૧ દીકરીઓને સુકન્યા સમૃદ્ધિ યોજના અંતર્ગત રૂ.૧૧-૧૧ હજારની ભેટ આપવામાં આવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande