જામનગરમાં યુવાનો માટે, જોબફેરનું આયોજન કરવામાં આવ્યું : યુવક-યુવતીઓ ઉમટી પડ્યા
જામનગર, 12 સપ્ટેમ્બર (હિ.સ.) : જામનગરમાં યુવાનો માટે આજે જોબફેરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અનેક યુવક-યુવતીઓ ઉમટી પડ્યા હતા. કંપનીઓ દ્વારા તેમની નોકરી માટે પસંદગી કરવામાં આવી હતી. જામનગરમાં યુવાનો માટે રોજગારીની તકો ઊભી કરવા માટે જિલ્લા રોજ
જોબફેર


જામનગર, 12 સપ્ટેમ્બર (હિ.સ.) : જામનગરમાં યુવાનો માટે આજે જોબફેરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અનેક યુવક-યુવતીઓ ઉમટી પડ્યા હતા. કંપનીઓ દ્વારા તેમની નોકરી માટે પસંદગી કરવામાં આવી હતી. જામનગરમાં યુવાનો માટે રોજગારીની તકો ઊભી કરવા માટે જિલ્લા રોજગાર વિનિમય કચેરી, મોડેલ કેરીયર સેન્ટર, જામનગર અને ધારાસભ્ય રિવાબા જાડેજાના સંયુક્ત ઉપક્રમે તા. ૧૨ ના મેગા જોબફેરનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ જોબફેરમાં ૩૫ જેટલી ખાનગી કંપનીઓના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગાંધીનગર મેઈન રોડ, વિશ્વકર્મા સમાજની વાડીમાં સવારે ૧૦ વાગ્યાથી જોબફેરનો પ્રારંભ થયો હતો. જેમાં અસંખ્ય નોકરી વાંચ્છુક યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમનું દિપ પ્રાગટ્ય નવતનપુરી ધામ ખીજડા મંદિરના મહંત કૃષ્ણમણીજી મહારાજ, સ્વામિનારાયણ સંપ્રદાયના સંત ચત્રભુજદાસજી મહારાજ, ધારાસભ્ય અને કાર્યક્રમના આયોજક રિવાબા જાડેજા, ઉપરાંત ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, રાજ્યના પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ(હકુભા) જાડેજા, પી.એસ.જાડેજા, મહાનગરપાલિકાના શાસકપક્ષના નેતા આશિષ જોશી, શહેર ભાજપના પૂર્વ પ્રમુખો અશોકભાઈ નંંદા, નિલેશભાઈ ઉદાણી, વિમલભાઈ કગથરા, પૂર્વ મેયર ધિરૂ.ભાઈ કનખરા, પ્રતિભાબેન કનખરા અને કનકસિંહ જાડેજા તથા મેરામણ ભાટુ વિજયસિંહ જેઠવા, દિલીપભાઈ ભોજાણી અને ગોવુભા ડાડા વગેરે જોડાયા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande