વિશ્વાસ પ્રોજેકટના સીસીટીવી કેમેરા સહિત 3 લાખનું નુકસાન
પોરબંદર, 12 સપ્ટેમ્બર (હિ.સ.): પોરબંદર નજીકના ધરમપુર ગામ નજીક વિન્ડ ફાર્મનો પંખો લઈને જતુ વાહન ફાસયુ હતુ તેમણે વિશ્વાસ પ્રોજેકટના સીસી ટીવી કેમેરાને નુકશાન કરતા ફરીયાદ નોંધાઈ છે. પોરબંદર નેત્રમ શાખામા ફરજ બજાવતા હેડ કોન્સટેબલ મનીષાબેન ડાકીએ ઉદ્યોગન
વિશ્વાસ પ્રોજેકટના સીસીટીવી કેમેરા સહિત 3 લાખનું નુકસાન


પોરબંદર, 12 સપ્ટેમ્બર (હિ.સ.): પોરબંદર નજીકના ધરમપુર ગામ નજીક વિન્ડ ફાર્મનો પંખો લઈને જતુ વાહન ફાસયુ હતુ તેમણે વિશ્વાસ પ્રોજેકટના સીસી ટીવી કેમેરાને નુકશાન કરતા ફરીયાદ નોંધાઈ છે.

પોરબંદર નેત્રમ શાખામા ફરજ બજાવતા હેડ કોન્સટેબલ મનીષાબેન ડાકીએ ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમા એવી ફરીયાદ નોંધાવી છે કે ટાટા કંપનીના લોગ કેરીયર રજી નં-એમએચ -43-બીપી-8356ના ચાલકે પોતાનુ વાહન ભયજનક રીતે ચલાવી ધરમપુરના પાટીયા પાસે સરકાર દ્રારા વિશ્વાસ પ્રોજેકટ અતર્ગત લગાવામા આવેલા સીસી ટીવી કેમારાઓની ગેન્ટ્રી તથા કેમરાનુ સ્ટ્રકચર,કેમેરાના પોલ અને પાવર કેબલીંગ તોડી આશરે રૂ.3 લાખનુ નુકશાન કર્યુ છે. આ બનાવ અંગે ઉદ્યોગનગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande