પાલનપૂર-આબુરોડ નેશનલ હાઇવે 27  પરના થ્રી લેગ એલીવેટેડ રોટરીમાં ગાબડા પડ્યા ....બ્રિજ મરામતની કામગિરી હાથ ધરવામાં આવી.......
નવો બ્રિજ ફરી એકવાર વિવાદ માં....લેગ બ્રિજના અંબાજીથી પાલનપુર તરફના લેગ પર જ આ કામગીરી કરવામાં આવી રહેલ છે
Palanpur ma navo pu fari vivad ma


Palanpur ma navo pu fari vivad ma


અંબાજી12 સપ્ટેસ્બર (હિ. સ)બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે

પાલનપૂર-આબુરોડએ અંબાજી નેશનલ હાઇવે ૨૭ પર જુના RTO સર્કલ પાસે આવેલ રેલવે ફાટક LC

165 પરના થ્રી લેગ એલીવેટેડ

રોટરીમાં ગાબડા પડ્યાના સમાચાર વહેતા થયેલ છે. જે અંગે કાર્યપાલક ઈજનેર, રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગ, અમદાવાદ ધ્વારા સ્પષ્ટતા કરવામાં આવેલ

કે બ્રિજ મરામતના કામમાં એક્સપાન્સન જોઇન્ટ બદલવાની નિયમિત જાળવણીની કામગીરી જરૂર

પડે તે મુજબ કરવામાં આવતી હોય છે. આ થ્રી લેગ એલીવેટેડ રોટરીમાં અંબાજીથી પાલનપુર

તરફના એપ્રોચ પર એક્સપાન્સન જોઇન્ટ બદલવાની કામગીરી કરવાની જરૂર થોડા સમય પહેલા થયેલ

હતી, જે

વરસાદી માહોલ પૂર્ણ થયેથી કરવાનું આયોજન કરેલ.

જે અંતર્ગત વરસાદ બંધ રહેતા આ કામગીરી તા.૧૧/૦૯/૨૦૨૫ ના રોજ

કરવામાં આવી રહેલ હતી. જેમાં સલામતીને ધ્યાને રાખી બ્રિજ પર તથા બ્રિજની નીચેના

ભાગમાં યોગ્ય બેરીકેટીંગ કરી ટ્રાફિકના ડાયવર્ટ કામગીરી શરૂ કરેલ. સદર થ્રી લેગ

બ્રિજના અંબાજીથી પાલનપુર તરફના લેગ પર જ આ કામગીરી કરવામાં આવી રહેલ છે અને

બ્રિજનો તે જ એપ્રોચ ટ્રાફિક માટે બંધ કરવામાં આવેલ છે. બ્રિજના અન્ય એપ્રોચ એટલે

કે અંબાજી બાજૂથી આબુરોડ બાજુ, પાલનપુર બાજુથી આબુરોડ બાજુ તથા પાલનપુર બાજુથી અંબાજી બાજુના પર ટ્રાફિક

મુવમેન્ટ નિયમિત રીતે શરુ જ છે.હાલમાં બ્રિજમાં ગાબડા પાડવા અંગે વહેતા થયેલ

ફોટોગ્રાફસ/સમાચાર અંગે સ્પષ્ટતા કરવામાં આવે છે કે, આ ફોટોગ્રાફ્સ બ્રિજના એકશપાન્સન

જોઇન્ટ બદલવાની કામગીરી દરમિયાન બ્રિજના નીચેના સર્વિસ રોડ પરથી પાડેલ છે.

બ્રિજમાં કોઈ પ્રકારના ગાબડાં પડેલ નથી.બ્રિજના એકશપાન્સન જોઇન્ટ બદલવાની

કામગીરીના ભાગરૂપે બ્રિજ પર કોન્ક્રીટ વર્ક પ્રગતિમાં છે જે તા.૧૩/૦૯/૨૦૨૫ સુધી

પૂર્ણ કરવાનું આયોજન છે, ત્યારબાદ કોન્ક્રીટના ક્યોરીંગ પીરીયડ તથા સેટીંગ ટાઈમ મુજબ

બ્રિજનો તે ભાગ અંદાજિત ૭ દિવસ બાદ તા.૧૮/૦૯/૨૦૨૫ ના રોજ ટ્રાફિક માટે ખુલ્લો

કરવાનું આયોજન છે

---------------

હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રભાઈ લધુરામ અગ્રવાલ


 rajesh pande