પોરબંદર બીજેપી દ્વારા નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે
પોરબંદર, 12 સપ્ટેમ્બર (હિ.સ.): સેવા એજ સંગઠન ના સૂત્રને યથાર્થ કરવા ભારતીય જનતા પાર્ટી પોરબંદર તેમજ ગુજરાત રાજ્યની નંબર વન આંખની હોસ્પિટલ રણછોડદાસ બાપુ ચેરીટેબલ હોસ્પિટલ રાજકોટના સંયુક્ત ઉપક્રમે વિનામૂલ્યે સુપર મેગા નેત્રમણી નેત્રયજ્ઞ ઓપરેશનની સુવિધા
પોરબંદર બીજેપી દ્વારા નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે


પોરબંદર, 12 સપ્ટેમ્બર (હિ.સ.): સેવા એજ સંગઠન ના સૂત્રને યથાર્થ કરવા ભારતીય જનતા પાર્ટી પોરબંદર તેમજ ગુજરાત રાજ્યની નંબર વન આંખની હોસ્પિટલ રણછોડદાસ બાપુ ચેરીટેબલ હોસ્પિટલ રાજકોટના સંયુક્ત ઉપક્રમે વિનામૂલ્યે સુપર મેગા નેત્રમણી નેત્રયજ્ઞ ઓપરેશનની સુવિધા સાથેનો કેમ્પ દર મહિને યોજવામાં આવે છે.

જે અંતર્ગત આ મહિને પણ સત્તત ૫૬ મી વખત કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં વિનામૂલ્યે સદગુરુ નેત્રયજ્ઞમાં આંખના રોગોનું નિદાન કરી જરૂરિયાતવાળા દર્દીઓને રણછોડદાસ બાપુ ચેરીટેબલ હોસ્પિટલ દ્વારા કેમ્પના સ્થળેથી બસમાં લઈ જવાના અને અત્યંત આધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગરનું સારામાં સારૂ સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ (નેત્રમણી) સાથે વિનામૂલ્યે ઓપરેશન કરી આપવામાં આવશે.ઓપરેશન થયા બાદ દર્દીને કેમ્પના સ્થળે પોરબંદર પરત મુકવાની વ્યવસ્થા પણ હોસ્પિટલ દ્વારા જ કરી આપવામાં આવશે. દરેક દર્દીએ આધારકાર્ડ ફરજિયાત સાથે લાવવાનું રહેશે.આ કેમ્પમાં દીપ પ્રાગટ્ય પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયા તથા પોરબંદર ના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડીયા, પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખ ડો.ચેતનાબેન તિવારી તથા પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઈ મોઢવાડીયા નાં હસ્તે કરવામાં આવશે. પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયાના સૌજન્યથી આગામી તારીખ 14-09-2025, રવિવારે સવારે 9 થી 11, અટલ ભવન, જિલ્લા ભાજપ કાર્યાલય, ખાતે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કેમ્પની વધુ માહિતી માટે ધવલભાઈ જોશી 9825183232, ભરતભાઈ રાઠોડ શહેર ભાજપ ઉપપ્રમુખ 9726740037, કાંતિભાઈ ઘેડીયા બક્ષીપંચ મોરચા મહામંત્રી 9099203999, આનંદ નાઢા અગ્રણી_યુવા ભાજપ 7046413333 નો સંપર્ક કરી શકાશે. જરૂરિયાતમંદોને આ કેમ્પનો લાભ લેવા અપીલ કરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande