પોરબંદર, 12 સપ્ટેમ્બર (હિ.સ.): પોરબંદર જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા આગામી તારીખ 12 સપ્ટેમ્બર 2025 ના રોજ સવારે 11 કલાકે આઈ.ટી.આઈ, પોરબંદર ખાતે રોજગાર વાંચ્છુઓ ઉમેદવારો માટે ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યુ છે.
આ રોજગાર મેળામાં સ્થાનિક નોકરીદાતા કૈલાશનાથ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રા.લી, હિન્દુસ્તાન મરીન પ્રોડક્ટ્સ તેમજ યુ.બી.એચ સિક્યુરિટિ પ્રા.લી.ના નોકરીદાતા હાજર રહેવાના છે. જેમાં વિવિધ લાયકાત અને અલગ અલગ જગ્યાઓ જેમ 12 પાસ થી ગ્રેજયુએટ , ડિપ્લોમાં (સિવિલ અને ઇલેક્ટ્રિકલ) તેમજ આઈ.ટી.આઈ સુધીના રોજગાર વાંચ્છું ઉમેદવારો માટે ઈન્ટરવ્યુનું આયોજન કરવામાં આવ્યુ છે.
આ રોજગાર મેળામાં વધુમાં વધુ યોગ્ય ઉમેદવારો સહભાગી બને તે માટે પોરબંદર જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા વિનંતી કરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya