જામનગરમાં રેઝાંગલા પવિત્ર માટી કલશ યાત્રાનું રાજપૂત સમાજના આગેવાનો દ્રારા ભવ્ય સ્વાગત
જામનગર, 12 સપ્ટેમ્બર (હિ. સ.) :અખિલ ભારતીય વર્ષીય યાદવ મહાસભા દ્વારા આયોજીત શોર્ય ગાથા રેઝાંગલા પવિત્ર માટી કલશ યાત્રાનું મહારાણા પ્રતાપની પ્રતિમા પાસે રાજપૂત સમાજના આગેવાન અને પૂર્વમંત્રી ધર્મેન્દ્રસિંહ મેરુભા જાડેજા (હકુભા) દ્રારા ફુલહાર કરીને સ્વ
રેઝાંગલા કળશ સ્વાગત


જામનગર, 12 સપ્ટેમ્બર (હિ. સ.) :અખિલ ભારતીય વર્ષીય યાદવ મહાસભા દ્વારા આયોજીત શોર્ય ગાથા રેઝાંગલા પવિત્ર માટી કલશ યાત્રાનું મહારાણા પ્રતાપની પ્રતિમા પાસે રાજપૂત સમાજના આગેવાન અને પૂર્વમંત્રી ધર્મેન્દ્રસિંહ મેરુભા જાડેજા (હકુભા) દ્રારા ફુલહાર કરીને સ્વાગત કરેલ હતું.

આ સ્વાગતમાં તેમની સાથે સમાજના આગેવાનો, પૂર્વ વાઇસ ચેરમેન પ્રવિણસિંહ ઝાલા, જિલ્લા ભાજપ મહામંત્રી પ્રવિણસિંહ જાડેજા, જિલ્લા રાજપૂત યુવા સંઘના પ્રમુખ જગદિશસીહ જાડેજા, વકીલ જ્યેન્દ્રસિંહ ઝાલા, રાજન્દ્રસિંહ સોઢા, કાંતુભા જાડેજા, રાજપૂત સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ રણજીતસિંહ જાડેજા, દિલીપસિંહ જાડેજા, નરેન્દ્રસિંહ જાડેજા, હરપાલસિંહ જાડેજા સહિતના આગેવાનો દ્રારા સ્વાગત કરવામાં આવેલ હતું.

આ યાત્રાનો ઇતિહાસ ૧૯૬૨ના ભારત-ચીન યુદ્ધમાં શહીદ થયેલા ૧૧૪ આહીર વીર જવાનોની અવિસ્મરણીય શૌર્યગાથાને વંદન કરવા તથા ભારતીય સેનામાં આહીર રેજિમેન્ટની સ્થાપના માટેની માંગને મજબૂત અવાજ આપવા ઓલ ઈન્ડિયા યાદવ મહાસભા દ્વારા આયોજિત રેઝાંગલા માટી કલશ યાત્રા સાથે આહીર સમાજના ભાઈઓ-બહેનો, સામાજિક આગેવાનોનું પણ ઉમંગ અને ઉષ્માભર્યું સ્વાગત કરીને અને શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા યાત્રાનું પુષ્પવર્ષા સાથે સન્માન કરવામાં આવ્યું હતું, ​​​​​​​આ યાત્રા શહીદોની અવિનાશી યાદ સાથે, સમગ્ર રાષ્ટ્રને એકતા, શૌર્ય અને રાષ્ટ્રભાવનાનો સંદેશ આપશે.તેવી યાત્રાને પૂર્વમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા)એ આવકારેલ હતી.

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande