ઘડિયાળના ધંધામાં રોકાણના બહાને શિક્ષક સાથે 2 લાખની છેતરપિંડી
સુરત, 12 સપ્ટેમ્બર (હિ.સ.)- મોમનાવાડમાં એકેડમીક એક્સીલેન્સ ટ્યુશન કલાસીસના ચલાવતી શિક્ષકને તેના મિત્રઍ મોઝોનાઈટ ડાયમંડની ઘડિયાળના ધંધામાં સારો નફો મળે છે હોવાનુ કહી ઘડિયાળ દીઠ 6 થી 7 હજારનો નફો આપવાની લાલચ આપી ધંધા માટે 5 લાખનું રોકાણ કરાવ્યા બાદ 3 લ
ઘડિયાળના ધંધામાં રોકાણના બહાને શિક્ષક સાથે 2 લાખની છેતરપિંડી


સુરત, 12 સપ્ટેમ્બર (હિ.સ.)- મોમનાવાડમાં એકેડમીક એક્સીલેન્સ ટ્યુશન કલાસીસના ચલાવતી શિક્ષકને તેના મિત્રઍ મોઝોનાઈટ ડાયમંડની ઘડિયાળના ધંધામાં સારો નફો મળે છે હોવાનુ કહી ઘડિયાળ દીઠ 6 થી 7 હજારનો નફો આપવાની લાલચ આપી ધંધા માટે 5 લાખનું રોકાણ કરાવ્યા બાદ 3 લાખ પરત આપી બાકીના લેવાના નિકળતા 2 લાખ નહી આપી ઉપરથી વ્યાજના કેસમાં ફસાવી દેવાની ધમકી આપતા મામલો પોલીસમાં પહોચ્યો છે.

અઠવા પોલીસના જણાવ્યા મુજબ ગોપીપુરા, મોમનાવાડ, અશરફી ગલીમાં રહેતા અને ઘર નજીક એકેડમીક એક્સીલેન્સ ટ્યુશન કલાસીસના ચલાવતા નઈમુદ્નિ જલાલુદ્નિ શેખ (ઉ.વ.32)ની જુન 2023માં તેના મોટાભાઈ મારફતે અભી પોરેલ (ઉ.30.રહે, બંદુગરાનાકા, લાલ દરવાજા) સાથે પરિચય થયો હતો. અભીઍ તેમને પોતે મોઝોલાઈટ ડાયમંડની ઘડિયાળ બનાવી વેચવાનો વેપાર ધંધો કરે છું અને તેમાં ખુબજ સારો નફો મળેછે. પરંતુ મારે વેપાર ધંધા માટે વધુ નાણાંની જરૂર છે અને તમે મારા ધંધામાં રોકાણ કરશો તો તમને પ્રતિ ઘડિયાળ દીઠ અોછામાં અોછા 6 હજારથી 7 હજાર રૂપિયાનો નફો આપીશ હોવાની વાત કરી વિશ્વાસમાં લીધા હતા. અભી પોરેલની વાતોમાં લાલચમાં આપી શિક્ષક નઈમુદ્દીન શેખે રોકડા તેમજ ઓનલાઈન મળી 5 લાખ રૂપિયા ધંધામાં રોકાણ કરવા માટે આપ્યા હતા. જેમાંથી અભી પોરેલે જાન્યુઆરી 2025 સુધીમાં પ્રોફીટ પ્રમાણે ટુક઼ડે ટુકડે કરી 3 લાખ આપ્યા હતા જયારે બાકીના લેવાના નિકળતા ૨ લાખ માટે 19 ઍિ­લના રોજ 30 મે સુધીમાં પૈસા ચુકવી આપવા નોટરી કરાર કરી આપ્યો હતો જે મુદ્દત પુરી થવા છતાંયે બાકીના પૈસા નહી આવતા નઈમુદ્દીન શેખ દ્વારા ઉઘરાણી કરતા અભી પોરેલઍ તેમને તારા રૂપિયા મળવાના નથી તારે તે કરવુ હોય તે કરી લેજા અને જા હવેથી આ રૂપિયાની માંગણી કરશે તો હું તને વ્યાજ પ્રકરણમાં ફસાવી દઈશ તેવી ધમકી આપી બાકીના ૨ લાખ નહબી ચુકવી છેતરપિંડી કરી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande