પોલીસ દ્વારા, વાહનના મૂળ માલિકને શોધી વાહન પરત કર્યું.
પોરબંદર, 12 સપ્ટેમ્બર (હિ.સ.)પોરબંદરની ટ્રાફિક પોલીસ ચોકી ખાતે ગત તા. 10 સપ્ટેમ્બરના રોજ હેતલબેન મોઢા અને તેમના પતિ સાગરભાઈ ભોગાયતાએ રૂબરૂ આવી તેમનું એકટીવા મોપેડ નં.GJ-25N-5405 બ્રાઉન કલરનું જે ભાવસિંહજી હોસ્પિટલ પોરબંદરના પાર્કિંગમાં પાર્ક કરેલ હતુ
પોલીસ દ્વારા વાહનના મૂળ માલિકને શોધી વાહન પરત કર્યું.


પોલીસ દ્વારા વાહનના મૂળ માલિકને શોધી વાહન પરત કર્યું.


પોરબંદર, 12 સપ્ટેમ્બર (હિ.સ.)પોરબંદરની ટ્રાફિક પોલીસ ચોકી ખાતે ગત તા. 10 સપ્ટેમ્બરના રોજ હેતલબેન મોઢા અને તેમના પતિ સાગરભાઈ ભોગાયતાએ રૂબરૂ આવી તેમનું એકટીવા મોપેડ નં.GJ-25N-5405 બ્રાઉન કલરનું જે ભાવસિંહજી હોસ્પિટલ પોરબંદરના પાર્કિંગમાં પાર્ક કરેલ હતું અને તે પાછા લેવા જતા ત્યાં જોવા ન મળ્યું હોવાની તેમજ તેની બાજુમાં બ્રાઉન કલરના એકટીવા જેવુ જ બીજું એકટીવા હોવાની રજુઆત કરી હતી. તેમના એકટીવાની ચાવીથી બાજુમાં રહેલું એક્ટિવા ચાલુ થઈ ગયું હતું જેથી તેઓએ ટ્રાફિક ઓફિસે લઈ આવ્યા હોવાનું જણાવ્યું હતું.

આ બાબતે વાહન નંબર ઉપરથી એક્ટિવાના માલિકનો મોબાઈલ નંબર શોધી સંપર્ક સાધી ટ્રાફિક ઓફિસે બોલાવી તેઓને પૂછતાં પોતાનું એકટીવા સર્વિસ કરવા આપેલ હતું અને તે ભાઈ હોસ્પિટલે દવા લેવા માટે ગયેલ હતા અને ઉતાવળમાં બંને એકટીવા બાજુ બાજુમાં પાર્ક થયેલા હોય એક જ કલરના હોય અને તેના એકટીવાની ચાવીથી આ સાગરભાઈનું એકટીવા ચાલુ થઈ જતાં એકટીવા સર્વિસ સ્ટેશને ભૂલથી લઈને જતા રહેલનુ જણાવ્યું હતું. પુછપરછ કરતા આ બનાવ ભૂલથી બનેલાનું જણાય આવતા એક બીજાના વાહનો હોવાની ખાત્રી કરી બંન્ને પાર્ટીને વાહન સોંપવામાં આવ્યા હતા. ટ્રાફિક પોલીસ દ્વારા સહયોગ આપી ઝડપી કામગીરી કરવા બદલ સાગરભાઈ ભોગાયતા તથા અન્ય વાહન માલિકે પોલીસનો આભાર માની સંતોષ વ્યક્ત કર્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande