પોરબંદર મનપા ના અધિકારીઓ માટે નવી ચેમ્બર બનાવવાની કામગીરી શરૂ
પોરબંદર, 12 સપ્ટેમ્બર (હિ.સ.): પોરબંદર નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યા બાદ લોકોની મુશ્કેલી વધી છે.તો બીજી તરફ મનપાના પદાધિકારીઓ માટેની સુવિદ્યા માટેની તૈયારીઓ શરૂ કરી દેવામા આવી છે. મહાનગરપાલિકાની કચેરીરના બીજા માળે હાલ મેયર, ડે.મેયર, સ્ટેન્ડીગ કમિ
પોરબંદર મનપા ના અધિકારીઓ માટે નવી ચેમ્બર બનાવવાની કામગીરી શરૂ.


પોરબંદર મનપા ના અધિકારીઓ માટે નવી ચેમ્બર બનાવવાની કામગીરી શરૂ.


પોરબંદર મનપા ના અધિકારીઓ માટે નવી ચેમ્બર બનાવવાની કામગીરી શરૂ.


પોરબંદર, 12 સપ્ટેમ્બર (હિ.સ.): પોરબંદર નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યા બાદ લોકોની મુશ્કેલી વધી છે.તો બીજી તરફ મનપાના પદાધિકારીઓ માટેની સુવિદ્યા માટેની તૈયારીઓ શરૂ કરી દેવામા આવી છે. મહાનગરપાલિકાની કચેરીરના બીજા માળે હાલ મેયર, ડે.મેયર, સ્ટેન્ડીગ કમિટીના ચેરમેન સહિતના પદાધિકારીની ચેમ્બર બનાવાની કામગીરી શરૂ કરવામા આવી છે. અંદાજે એક કરોડના ખર્ચે ચેમ્બર તૈયાર કરવામાં આવશે.

આ અંગે મનપાના કમિશ્નર એચ જે પ્રજાપતિના જણાવ્યા અનુસાર આગામી દિવસોમા મનપાની ચુંટણી આવશે અને ત્યાર બાદ ચુંટાયેલા પ્રતિનિધિઓ શાશન કરશે આ માટે હાલ મનપા કચેરીના બીજા માળે ચેમ્બર બનાવાની કામગીરી શરૂ કરવામા આવી છે આ ઉપરાંત ભવિષ્યમા ઝોન મુજબ પણ અન્ય જગ્યાએ કચેરી બનાવામાં આવશે નગરપાલિકા અસ્તિત્વમા હતી તે દરમ્યાન ચાર વર્ષ પૂર્વ નવુ બિલ્ડીગ બનાવામા આવ્યુ હતુ.

હવે મનપા બન્યા બાદ બીજા માળે પદાધિકારીઓની ચેમ્બર બનાવાની કામગીરી શરૂ કરવામા આવી છે જેને લઈ ભારે ચર્ચા જોવા મળી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande