અડાજણના વેપારી સાથે ઈમ્પોર્ટ એક્ષ્પોર્ટના ધંધામાં રોકાણના બહાને રૂપિયા 2.68 કરોડની છેતરપિંડી
સુરત, 13 સપ્ટેમ્બર (હિ.સ.)-ગુજરાત ગેસ સર્કલ પાસે રહેતા વેપારીને ઈમ્પોર્ટ એક્ષપોર્ટના ધંધામાં રોકાણ કરવાથી સારો ઍવો નફો કરાવી આપવાની લાલચ આપી ઈમ્પોર્ટ એક્ષપોર્ટનું કામકાજ કરતા એજન્ટે 2.68 કરોડનું રોકાણ કરાવ્યા બાદ છેતરપિંડી કરી હતી. ઉપરથી વેપારીઍ તેમન
અડાજણ પોલીસ


સુરત, 13 સપ્ટેમ્બર (હિ.સ.)-ગુજરાત ગેસ સર્કલ પાસે રહેતા વેપારીને ઈમ્પોર્ટ એક્ષપોર્ટના ધંધામાં રોકાણ કરવાથી સારો ઍવો નફો કરાવી આપવાની લાલચ આપી ઈમ્પોર્ટ એક્ષપોર્ટનું કામકાજ કરતા એજન્ટે 2.68 કરોડનું રોકાણ કરાવ્યા બાદ છેતરપિંડી કરી હતી. ઉપરથી વેપારીઍ તેમના રોકાણ કરેલા નાણાંની માંગણી કરતા યુ.કેથી ભારતના કોઈપણ એરપોર્ટ ઉપરથી ગાયબ કરાવી દેવાની ધમકી આપી હતી.

અડાજણ પોલીસના જણાવ્યા મુજબ અડાજણ, ગુજરાત ગેસ સર્કલ પાસે, વિશાલ નગર ઍપાર્ટમેન્ટમાં રહેતા અને વદેશમાં કિચન તથા બાથરૂમની સાધનોની સપ્લાયનો વેપાર ધંધો કરે છે. 43 વર્ષીય જીગર તુષારભાઈ શાહનો તેના મિત્ર મારફતે પરિચયમાં આવેલા પાલ, વૈશાલી રો હાઉસની સામે, નિશાલ આર્કેડમાં વૈષ્ણોદેવી સેલ્સ નામથી ઈમ્પોર્ટ એક્ષપોર્ટનો ધંધો કરતા પ્રતિક ઉર્ફે રાહુલ નરેન્દ્રભાઈ પટેલે તેમને પોતે ઈમ્પોર્ટ ઍક્સપોર્ટનો ધંધો કરી ઍજન્ટ તરીકે કામ કરીએ છીઍ. જા તમોને ઈચ્છા હોય તો અમારી સાથે વેપાર ધંધો કરો, તમોને સારો એવો ફાયદો ઘર બેઠા થશે. તેમ કહેતા તુષારભાઈએ તેમને રોકાણ કરા તો કેટલો નફો થશે ઍવુ પુછતા પ્રતિકે તેમને મારે હાલ 3 કરોડની જરૂર છે જા તમે આપો તો હું તમોને આવતા મહિને નફા સાથે તમારા નાણાં પરત આપીશ. તમારા નાણાંથી વિદેશમાંથી કાફે અને હોટલમાં ઉપયોગ થતી વસ્તુઓ મંગાવી અહીની હોટલો તથા કાફેમાં સપ્લાય કરીશ તેમાંથી નફો મળશે તે નફોમાંથી હુ મારી ટકાવારી કાપી તમોને નફા સાથે નાણાં પરત કરીશ તેમ કહી વિશ્વાસમાં લીધો હતો. પ્રતિકની વાતોમાં લાલચમાં આવી તુષારભાઈએ કાફે અને હોટલમાં વસ્તુઓ સપ્લાય કરવા માટેના ધંધા માટે 31 મે 2023ના રોજ 30 લાખ આપ્યા હતા જેમાંથી પ્રતિકે વિશ્વાસમાં લેવા ઍક મહિના પછી રોકાણ ઉપર 4 ટકા નફો થયો છે કહી 1.20 લાખ આપ્યા હતા. ત્યારબાદ તેણે હું વિદેશમાં ઈમ્પોર્ટ એક્ષપોર્ટ કરી ઘણી વસ્તુઓ મંગાવુ છું. અને વિદેશમાં મોકલુ છું હોવાનુ કહેતા તુષારભાઈ ધંધામાં રોકાણ કરવા માટે સંમત થયા હતા. પરંતુ તેની પાસે ઈમ્પોર્ટ એક્ષ્પોર્ટ લાયસન્સ માંગતા પ્રકિતે તમે ચિંતા ન કરો, હાલમાં મારી પાસે લાયસન્સ નથી પરંતુ આવતા જતા હું તમને લાયસન્સ બતાવી દઈશ હોવાનુ કહી વિશ્વાસમાં લઈ ભાગીદારીમાં ધંધો કરવા માટે ટુકડે ટુકડે કરી રૂપિયા 2.68 કરોડનું રોકાણ કરાવ્યા હતા. નાણાં રોકાણ કર્યાના બે વર્ષ થવા તેની પાસે નાણાનો હિસાબ નાંગતા નફા સાથે નાણાં પરત આપવાનું કહી હાલમાં નાણાં ધંધામાં રોકાયેલા હોવાથી થોડીવાર લાગશે અને વિદેશથી માલ આવી ગયો છે. જે ગોડાઉનમાં પડ્યો છે. અમુક માલ કન્ટેનરમાં આવે છે અને અમુલ માલ ગાડીમાં લોડ થઈને આવવા માટે નિકળી ગયો છે. હોવાનુ કહી ફોટા મોકલતો હતો. જાકે તુષારભાઈએ તેમના રોકાણ કરેલા નાણાંની અવાર નવાર માંગણી કરતા ખોટા ખોટા વાયદાઓ આપી સમય પસાર કરતા તેના ઉપર શંકા ગઈ હતી. પ્રતિકે પૈસા આપવા ન પડે તે માટે ધમકી આપવા લાગ્યો હતો અને પૈસાની માંગણી કરી તો યુ.કેથી ભારતના કોઈપણ એરપોર્ટ પર આવો તો તમને ગાયબ કરાવી દેવાની તેમજ અમદાવાદમાં રહેતા તેમના માતા પિતાના ઘરે જવાની પણ ધમકી આપી હતી. આખરે બનાવ અંગે તુષારભાઈએ ગતરોજ ફરિયાદ નોધાવતા પોલીસે પ્રતિક ઉર્ફે રાહુલ પટેલ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande