ડબલિંગ કાર્યને કારણે, કાનાલુસ–પોરબંદર અને પોરબંદર–કાનાલુસ લોકલ ટ્રેનો 15 ઓક્ટોબર સુધી આંશિક રીતે રદ રહેશે
ભાવનગર, 13 સપ્ટેમ્બર (હિ.સ.) ભાવનગર રાજકોટ મંડળના લાખાબાવળ–પીપળી–કાનાલુસ સેક્શનમાં ચાલી રહેલા ડબલિંગ કાર્યને કારણે 15 ઓક્ટોબર, 2025 સુધી કાનાલુસ–પોરબંદર અને પોરબંદર–કાનાલુસ લોકલ ટ્રેનોનું સંચાલન આંશિક રીતે પ્રભાવિત રહેશે. ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વા
ડબલિંગ કાર્યને કારણે, કાનાલુસ–પોરબંદર અને પોરબંદર–કાનાલુસ લોકલ ટ્રેનો 15 ઓક્ટોબર સુધી આંશિક રીતે રદ રહેશે


ભાવનગર, 13 સપ્ટેમ્બર (હિ.સ.) ભાવનગર રાજકોટ મંડળના લાખાબાવળ–પીપળી–કાનાલુસ સેક્શનમાં ચાલી રહેલા ડબલિંગ કાર્યને કારણે 15 ઓક્ટોબર, 2025 સુધી કાનાલુસ–પોરબંદર અને પોરબંદર–કાનાલુસ લોકલ ટ્રેનોનું સંચાલન આંશિક રીતે પ્રભાવિત રહેશે. ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક શ્રી અતુલ કુમાર ત્રિપાઠીના જણાવ્યા અનુસાર, પ્રભાવિત ટ્રેનોની વિગત આ મુજબ છે:

આંશિક રીતે રદ કરાયેલી ટ્રેનો

• ટ્રેન નંબર 59206 પોરબંદર–કાનાલુસ લોકલ,

આ ટ્રેન હવે 15 ઓક્ટોબર, 2025 સુધી પોરબંદરથી પ્રસ્થાન કરીને ગોપજામ સ્ટેશન સુધી જ ચાલશે તેમજ ગોપજામ–કાનાલુસ સેક્શન વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

• ટ્રેન નંબર 59205 કાનાલુસ–પોરબંદર લોકલ

આ ટ્રેન હવે 15 ઓક્ટોબર, 2025 સુધી કાનાલુસની બદલે ગોપજામ સ્ટેશનથી ચાલશે અને કાનાલુસ–ગોપજામ સેક્શન વચ્ચે આંશિક રીતે રદ રહેશે.રેલ મુસાફરોને વિનંતી છે કે તેઓ ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરીનું આયોજન કરે. ટ્રેનોના સંચાલન સંબંધિત નવીનતમ માહિતી માટે મુસાફરો વેબસાઇટ www.enquiry.indianrail.gov.in પર અવલોકન કરે, જેથી કોઈ પ્રકારની અસુવિધા ન થાય.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande