ભાવનગર 13 સપ્ટેમ્બર (હિ.સ.) ભાવનગર પશ્ચિમ રેલવે, અમદાવાદ મંડળના અમદાવાદ જંક્શન સ્ટેશન પર આરએલડીએ (RLDA) દ્વારા કરવામાં આવતાં કામને કારણે પ્લેટફોર્મ નંબર 8 પર બ્લોક લેવામાં આવ્યો છે. જેના કારણે અમદાવાદ સ્ટેશન પરથી પસાર થતી કેટલીક ટ્રેનોના સંચાલન પર અસર પડશે.
ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીએ જણાવ્યું હતું કે, આ કાર્યને કારણે પોરબંદર-દાદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ (ટ્રેન નંબર 19016)નો અમદાવાદ જંક્શન સ્ટેશન પરનો ઠેરાવ તાત્કાલિક રીતે રદ કરવામાં આવ્યો છે. હવે આ ટ્રેન અમદાવાદની બદલે સાબરમતી જંક્શન સ્ટેશન પર રોકાશે.
અગાઉ આ ટ્રેનનો અમદાવાદ સ્ટેશન પરનો ઠેરાવ 05 જુલાઈ, 2025થી 12 સપ્ટેમ્બર, 2025 સુધી રદ કરવામાં આવ્યો હતો. તેને આગળ વધારીને હવે 19 સપ્ટેમ્બર, 2025 સુધી અમલમાં મૂકવામાં આવ્યો છે.
મુસાફરોને વિનંતી છે કે તેઓ પોતાની મુસાફરીની યોજના બનાવતી વખતે આ બદલાવને ધ્યાનમાં રાખે.
ટ્રેનના સમય, ઠેરાવ અને રચના અંગેની વિગતવાર માહિતી માટે મુસાફરો કૃપા કરીને વેબસાઇટ www.enquiry.indianrail.gov.in પર અવલોકન કરી શકે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ