અમરેલીમાં સાંસદ ભરતભાઈની ઉપસ્થિતિમાં ભૂલકા મેળો – 2025નું ભવ્ય આયોજન
અમરેલી, 13 સપ્ટેમ્બર (હિ.સ.): અમરેલી જિલ્લા પંચાયતના મહિલા અને બાળ વિકાસ વિભાગ (ICDS) દ્વારા આજે ભૂલકા મેળો – 2025નું આયોજન કરવામાં આવ્યું, જેમાં સાંસદ ભરતભાઈ સુતરીયા વિશેષ ઉપસ્થિત રહ્યા. આ મેળાનો મુખ્ય હેતુ બાળકોમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવાનો, મ
અમરેલીમાં સાંસદ ભરતભાઈની ઉપસ્થિતિમાં ભૂલકા મેળો – 2025નું ભવ્ય આયોજન


અમરેલી, 13 સપ્ટેમ્બર (હિ.સ.): અમરેલી જિલ્લા પંચાયતના મહિલા અને બાળ વિકાસ વિભાગ (ICDS) દ્વારા આજે ભૂલકા મેળો – 2025નું આયોજન કરવામાં આવ્યું, જેમાં સાંસદ ભરતભાઈ સુતરીયા વિશેષ ઉપસ્થિત રહ્યા. આ મેળાનો મુખ્ય હેતુ બાળકોમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવાનો, મહિલાઓને સશક્ત બનાવવાનો અને ICDS મારફતે સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવાનો રહ્યો.

કાર્યક્રમ દરમિયાન બાળકો માટે વિવિધ સ્પર્ધાઓ, શૈક્ષણિક પ્રવૃત્તિઓ તથા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું. બાળકોની પ્રતિભા ઉજાગર થાય તે માટે આ મેળો એક મહત્વપૂર્ણ મંચ સાબિત થયો. મહિલાઓ માટે પણ પોષણ, આરોગ્ય તથા આત્મનિર્ભરતા સંબંધિત માર્ગદર્શન સત્રો યોજાયા.

સાંસદ ભરતભાઈ સુતરીયાએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે આવાં મેળાઓ ગામસ્તરેથી લઈને જિલ્લા સ્તર સુધી બાળકો તથા મહિલાઓના સર્વાંગી વિકાસ માટે અગત્યના છે. જિલ્લા અધિકારીઓએ પણ ICDSની વિવિધ યોજનાઓ અંગે જનજાગૃતિ ફેલાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો.

આ રીતે ભૂલકા મેળો – 2025 માત્ર આનંદપ્રદ કાર્યક્રમ નહીં, પરંતુ બાળકો અને મહિલાઓના સર્વાંગી વિકાસ માટે એક પ્રેરણાદાયી પહેલ સાબિત થયો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande