અમરેલીમાં સાયબર ક્રાઈમ જાગૃતિ : આઈસ્ક્રીમ ઉદ્યોગના વર્કરોને માર્ગદર્શન
અમરેલી, 13 સપ્ટેમ્બર (હિ.સ.): આજરોજ અમરેલી સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન તથા અમરેલી સીટી પોલીસ સ્ટેશન દ્વારા સંયુક્ત રીતે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ અમરેલીની શીતલ આઈસ્ક્રીમ ઈન્ડસ્ટ્રીઝ ખાતે કાર્યરત વર્કરો માટે ખાસ રાખવામાં આવ્ય
અમરેલીમાં સાયબર ક્રાઈમ જાગૃતિ : આઈસ્ક્રીમ ઉદ્યોગના વર્કરોને માર્ગદર્શન


અમરેલી, 13 સપ્ટેમ્બર (હિ.સ.): આજરોજ અમરેલી સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન તથા અમરેલી સીટી પોલીસ સ્ટેશન દ્વારા સંયુક્ત રીતે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ અમરેલીની શીતલ આઈસ્ક્રીમ ઈન્ડસ્ટ્રીઝ ખાતે કાર્યરત વર્કરો માટે ખાસ રાખવામાં આવ્યો હતો.

કાર્યક્રમ દરમિયાન પોલીસ અધિકારીઓએ વર્કરોને સાયબર ક્રાઈમના વિવિધ પ્રકારો અંગે માહિતગાર કર્યા. ખાસ કરીને ઑનલાઇન ફ્રોડ, બેંકિંગ ફ્રોડ, OTP શેરિંગ, અજાણ્યા લિંક પર ક્લિક કરવી, નકલી કસ્ટમર કેર કોલ્સ, લોન એપ્લિકેશન ઠગાઈ જેવા મુદ્દાઓ પર વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું. સાથે જ, આવા ફ્રોડથી બચવા માટે જરૂરી સાવચેતીઓ જેવી કે પોતાના વ્યક્તિગત ડેટા ગોપનીય રાખવા, અજાણ્યા લોકો સાથે બેંક વિગતો ન શેર કરવા અને કોઈપણ પ્રકારની શંકાસ્પદ ઑનલાઇન પ્રવૃત્તિ જણાય તો તાત્કાલિક 1930 હેલ્પલાઇન અથવા નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવાની અપીલ પણ કરવામાં આવી.

આ અભિયાનનો મુખ્ય હેતુ ઉદ્યોગમાં કામ કરતા શ્રમિકો તથા સામાન્ય નાગરિકોને સાયબર ક્રાઈમના વધતા જોખમથી બચાવવાનો રહ્યો. વર્કરોને સરળ ભાષામાં સમજાવવામાં આવતા તેઓમાં જાગૃતિ ફેલાઈ અને સાવચેત રહેવાનો સંકલ્પ વ્યક્ત કર્યો.

આ રીતે અમરેલી પોલીસનો આ પ્રયાસ સમાજમાં સાયબર સુરક્ષા અંગે જાગૃતિ લાવવાનો મહત્વપૂર્ણ પગથિયો સાબિત થયો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande