સુરત, 13 સપ્ટેમ્બર (હિ.સ.)-શહેરના લાલગેટ વિસ્તારમાં માછલી પીઠ ખાતે આવેલ શાહપોરમાં રહેતી વૃદ્ધાએ ગતરોજ મહિલા સહિત બે વ્યક્તિઓ સામે તેમની પાસેથી બળજબરીથી રૂપિયા 17,500 પચાવી પાડવાની ફરિયાદ નોંધાવી છે. પોલીસે વૃદ્ધાની ફરિયાદને આધારે બંને સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
બનાવની વિગત એવી છે કે લાલગેટ વિસ્તારમાં માછલી પાસે આવેલ શાહપુર ખાતે રહેતા 81 વર્ષીય ગુલ ફરામજી પાલિયા ખેતી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગુલ ફરામજીની બીજી મિલકત લાલ ગેટમાં ચંદ્રશેખર આઝાદ બ્રિજ પાસે આવેલ નટરાજ કંપાઉન્ડમાં પણ આવેલી છે. આ મિલકતની બાજુમાં રહેતા શાહીનબેન અને ફૈઝલ પોતાના મકાન ઉપર પતરાનો શેડ લગાવી રહ્યા હતા. જેથી ગુલ ફરામજી એ અહીં પતરાનો શેડ લગાવવા માટે ના પાડી હતી પરંતુ ત્યારબાદ પણ શાહીનબેન અને ફૈઝલે કામ ચાલુ રાખ્યું હતું. જેના કારણે બંને પક્ષે બોલાચારી થઈ હતી. આ સમયે ફૈઝલે લોખંડનો સળીયો લાવી ગુલ ફરામજીને માથામાં મારી દીધો હતો. જેથી તેમને ઈજા પહોંચી હતી. બાદમાં તેઓએ બળજબરીથી ગુલ ફરામજી પાસેથી તમારે અમને પૈસા આપવા પડશે નહીં તો અમે તમને ખોટી આરટીઆઈ કરી ફરિયાદો કરી તમને હેરાન પરેશાન કરી નાખીશું અને જાનથી મારી નાખવાનો ધમકી પણ આપી હતી. જેમ બાદમાં ગુલ ફરામજી પાસેથી રૂપિયા 17,500 પચાવી પાડ્યા હતા. જેથી આખરે ભોગ બનનાર ગુલ ફરામજી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે શાહીનબેન અને ફૈજલ પાસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે