ગીર સોમનાથ મિશન લાઈફ અંતર્ગત ઉર્જા સંરક્ષણ અને માહિતીપ્રદ સેમિનાર યોજાયો
ગીર સોમનાથ 13 સપ્ટેમ્બર (હિ.સ.) કોડીનારની મ્યુનિસિપલ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે “મિશન લાઈફ” અંતર્ગત ઉર્જા સંરક્ષણ (Energy Conservation) વિષય પર એક માહિતીસભર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં મુખ્ય વક્તા તરીકે ધવલ વારગિયા સાહેબ ઉપસ્થિત રહ્
મિશન લાઈફ અંતર્ગત ઉર્જા સંરક્ષણ


ગીર સોમનાથ 13 સપ્ટેમ્બર (હિ.સ.) કોડીનારની મ્યુનિસિપલ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે “મિશન લાઈફ” અંતર્ગત ઉર્જા સંરક્ષણ (Energy Conservation) વિષય પર એક માહિતીસભર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ સેમિનારમાં મુખ્ય વક્તા તરીકે ધવલ વારગિયા સાહેબ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ઉર્જા સંરક્ષણના વિવિધ પાસાઓ અંગે વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું. ખાસ કરીને ઘરમાં અને શાળામાં વીજળી બચતના ઉપાયો, ઈલેક્ટ્રોનિક સાધનોનો યોગ્ય ઉપયોગ, સોલાર અને પવન ઊર્જાના લાભો, તેમજ આજના સમયમાં ઊર્જા બચતની તાતી જરૂરિયાત જેવા મુદ્દાઓની સમજ આપી હતી.

વિદ્યાર્થીઓને રોજિંદા જીવનમાં ઉર્જા સંરક્ષણ માટે અમલ કરી શકાય તેવી અનેક ઉપયોગી બાબતો પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. ઉર્જા બચત ઉપરાંત તેમણે સરકારશ્રીની વિવિધ યોજનાઓ અંગે પણ માર્ગદર્શન આપ્યું હતું.

આ સેમિનારમાં વિદ્યાર્થીઓને માત્ર ઊર્જા સંરક્ષણ વિષયક જાગૃતિ જ નહીં પરંતુ પ્રકૃતિ સાથે સુસંગત જીવન જીવવા માટે પ્રેરણાદાયી સંદેશ પણ પ્રાપ્ત થયો હતો.

શાળાના પ્રિન્સિપાલે આ પ્રકારના જ્ઞાનવર્ધક કાર્યક્રમ માટે જિલ્લા કલેક્ટર એન.વી.ઉપાધ્યાયનો આભાર વ્યક્ત કર્યો અને આવનારા સમયમાં પણ આવા પ્રયત્નો ચાલુ રહેશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande